પેટ્રોલ બાદ હવે ડીઝલના ભાવમાં વધારો,એક દિવસમાં થયો આટલો મોટો વધારો,જાણો આજના ભાવ

આંતરરાષ્ટ્રીય સ્તરે ફૂડના ભાવ વધતા આજે દેશમાં એક લીટર પેટ્રોલના ભાવમાં 20 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.છેલ્લા બે મહિનામાં પ્રથમ વખત ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ 2018 પછી ઊચી સપાટીએ પહોંચી ગયો છે.

આ સાથે જ દિલ્હીમાં એક લિટર ડીઝલનો ભાવ વધીને 88.82 રૂપિયા થઈ ગયો છે જ્યારે મુંબઈમાં એક લીટર ડીઝલ નો ભાવ વધીને 96.41 રૂપિયા થઈ ગયો છે.આપને જણાવી દઇએ કે પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. એક લિટર પેટ્રોલનો ભાવ દિલ્હીમાં 101.19 રૂપિયા અને મુંબઈમાં 107.26 રૂપિયા થયો છે.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડના ભાવ વધ્યા હોવા છતાં સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ 5 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં કોઈ ભાવમાં ફેરફાર કર્યો નથી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડનો ભાવ વધીને 77.50 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો હતો.5 સપ્ટેમ્બર પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ના ભાવમાં પાંચથી સાત ડોલરનો વધારો થયો હતો. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય બજાર માં કુળના ભાવમાં ત્રણથી વધારે ડોલરનો ઘટાડો થયો છે.

ઉલ્લેખનીય છે કે 4 મે થી 17 જુલાઈ દરમ્યાન પેટ્રોલના ભાવમાં 11.44 રૂપિયા અને ડિઝલના ભાવમાં 9.14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*