ક્રિકેટના ચાહકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. IPL 2022 ની શરૂઆત થવા જઇ રહી છે ત્યારે સૌના લોકપ્રિય એવા ખેલાડીએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. 26 માર્ચ ના રોજ શરૂ થનારી IPL વાનખેડે સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. આ વર્ષે કુલ 10 ટીમો છે, જેથી 74 મેચનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. IPL ની શરૂઆત થાય તે પહેલા જ ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના કેપ્ટનશીપ પદે થી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે નવા કેપ્ટન પદે રવિન્દ્ર જાડેજાની પસંદગી કરવામાં આવી છે. આ વખતે IPL માં રવિન્દ્ર જાડેજા ચેન્નઇ સુપરકિંગ્સ ટીમનું નેતૃત્વ કરશે.
તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપની નિવૃત્તિ બાદ, ઇંગ્લેન્ડના કેપ્ટન રૂટે પણ કેપ્ટનશીપ છોડવાના સંકેત આપ્યા છે. તો આવો જાણીએ ઇંગ્લેન્ડના કેપ્ટન રૂટ વિશે…ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ઘણા સમયથી સંઘર્ષ કરી રહી છે. ત્યારબાદ પણ ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો.
આવી સ્થિતિમાં કેપ્ટન ક્રિસ સિલ્વર વુડને કેપ્ટન પદ છોડવું પડ્યું હતું. ત્યારબાદ રૂટને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ કહેવાય છે કે આ બાદ પણ આ ટીમ ને હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી આ ખેલાડી પણ કેપ્ટનશિપ છોડી શકે તેવાં એંધાણ નોંધાઈ રહ્યા છે.
રૂટ એ ખૂબ જ સારો ખેલાડી છે. તેને 100 ટેસ્ટ મેચ રમી છે અને તેમાં તેણે 9884 રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે પાંચ બેવડી સદી પણ ફટકારી છે અને ઘણીવાર ઇંગ્લેન્ડ ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. પરંતુ તે પણ હવે કેપ્ટનશીપ છોડવાના સંકેત આપી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment