7 વર્ષના બાળકનું અપહરણ કરીને 30 લાખ રૂપિયા માગ્યા, પૈસા ન મળતા આરોપીઓએ બાળક સાથે કંઈક એવું કર્યું કે…હિમ્મત હોય તો જ આગળ વાંચજો…

Published on: 6:09 pm, Tue, 6 December 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 7 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાળકનું અપહરણ કર્યા બાદ આરોપીઓએ તેના માતા-પિતા પાસે 30 લાખ રૂપિયા માંગ્યા હતા. માતા પિતાએ પૈસા ન આપ્યા તો આરોપીઓએ બાળક સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. સૌપ્રથમ આરોપીઓએ બાળકનું ગળુ દબાવીને તેનો જીવ લઈ લીધો.

ત્યાર પછી ફેવીકિવકથી બાળકના હોઠ ચોટાડવામાં આવ્યા હતા અને પછી મોઢા ઉપર ટેપ લગાવી દેવામાં આવી હતી. પછી બાળકના હાથ-પગ બાંધીને તેને તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આરોપીઓએ સોમવારના રોજ સાંજના સમયે બાળકની પિતાની દુકાન પાસે એક જગ્યા પર પૈસા મોકલવાની વાત લખી હતી. ત્યારથી પરિવારના લોકોએ બાળકની શોધ ફળ શરૂ કરી હતી.

પરિવારના જણાવ્યા અનુસાર ચાર ડિસેમ્બરના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ અચાનક જ તેમનો બાળક ઘરની બહારથી ગાયપ થઈ ગયો હતો. આ ઘટના દેવરીયામાં બની હતી. ત્યારબાદ પરિવારના લોકોએ બાળક ગુમ થયો છે તેવી જાણ પોલીસને કરી હતી. ત્યારે આજરોજ પોલીસને બાળકનું મૃતદેહ રોડની બાજુમાં આવેલા એક તળાવમાંથી મળી આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર બાળકનું ગળું દબાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.

આરોપીય હોય બાળકનું અપહરણ કર્યા બાદ તેના પિતા પાસે પૈસા માગવા માટે પિતાની દુકાનની બાજુમાં એક પત્ર મૂક્યો હતો જેમાં લખ્યું હતું કે, તમારા વિસ્તારના એક વ્યક્તિએ તમારા છોકરાના અપહરણ કરવાના એક લાખ રૂપિયા આપ્યા છે. જો તમારે તમારો છોકરો પાછો જોઈતો હોય તો 30 લાખ રૂપિયા લઈને 10 ડિસેમ્બરના રોજ કુશીનગર પાસે આવેલા એરપોર્ટના મેદાનમાં પૈસા મૂકવાના રહેશે.

પૈસા મૂકીને ઘરે આવવાનું રહેશે. તમે જ્યારે ઘરે પહોંચશો ત્યારે તમારો દીકરો દુકાન પર પહોંચી આવશે. આ આખરી સુચના છે. મૃત્યુ પામેલા બાળકનું નામ નાસીર હતું અને તેની ઉંમર 7 વર્ષની હતી. તે પરિવારનો એકનો એક દીકરો હતો. તેના પિતા અગરબત્તીની દુકાન ચલાવે છે. રવિવારના રોજ ઘરની બહાર રમતો રમતો અચાનક જ નાસીર ગુમ થઈ ગયો હતો.

પરિવારના લોકોએ સોમવારના રોજ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે ખબર પડી કે બે લોકો કાળા રંગની પલ્સર બાઈક ઉપર બાળકને લઈ જતા જોવા મળી રહ્યા છે. ત્યારે આજરોજ સવાર મૃત્યુ પામેલા બાળકના પિતાની દુકાનની દિવાલ પર એક ચિઠ્ઠી ચોંટાડેલી હતી. એમાં 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને પૈસા ન આપે તો બાળકનો જીવ લેવાની ધમકી આપી હતી.

મળતી માહિતી અનુસાર સોમવારના રોજ સાંજના સમયે લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ બે લોકો બાઈક પર આવ્યા હતા અને તેમને આ ચિઠ્ઠી બાળકના પિતાના દુકાનનું બહાર ચોટાડી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. બાળકના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "7 વર્ષના બાળકનું અપહરણ કરીને 30 લાખ રૂપિયા માગ્યા, પૈસા ન મળતા આરોપીઓએ બાળક સાથે કંઈક એવું કર્યું કે…હિમ્મત હોય તો જ આગળ વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*