મિત્રો ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા ખજૂરભાઈ પોતાના સેવાકીય કામથી લાખો ગુજરાતીઓના દિલ જીતી લીધા છે. થોડા દિવસો પહેલા ખજૂરભાઈ અને મીનક્ષી દવે નામની યુવતીની સગાઈ થઈ હતી. ત્યારે તેમની સગાઈના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. તમે બધા ખજૂરભાઈની જેમ જ સેવાકીય કામ કરનાર પોપટભાઈ આહીરને તો જરૂર ઓળખતા હશો.
પોપટભાઈ આહીર પણ હંમેશા પોતાના સેવાકીય કામના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. અત્યાર સુધીમાં પોપટભાઈ સેકડો ગરીબોના જીવન સુધારી નાખ્યા છે. ત્યારે સમાજસેવક ખજૂરભાઈ બાદ હવે હજારો ગરીબોના પાલનહાર પોપટભાઈ આહીર પણ સગાઈના બંધનમાં બંધાઈ ગયા છે.
ગઈકાલે પોપટભાઈ આહીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાનો સગાઈનો ફોટો શેર કર્યો હતો. પોપટભાઈની સગાઈની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. બંનેની આ ખૂબ જ સુંદર જોડી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. લોકો પોપટભાઈને અભિનંદન આપત્તિ કોમેન્ટ કરી રહ્યા છે.
ગઈકાલે લગભગ એક વાગ્યાની આસપાસ પોપટભાઈ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સગાઈનો ફોટો શેર કરીને ચાહકો અને આ વાતની જાણકારી આપી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે પોપટભાઈનું સાચું નામ રજનીભાઈ છે. પરંતુ હવે આખું ગુજરાત તેમને પોપટભાઈના નામે ઓળખે છે.
પોપટભાઈ આહીરના આવી પત્નીનું નામ પાયલબેન છે. પોપટભાઈની સગાઈનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોપટભાઈ આહિર ઘૂંટણ પર બેસીને પોતાની ભાવિ પત્ની પાયલને સગાઈની રીંગ પહેરાવે છે. ત્યારબાદ પાયલ પણ પોપટભાઈને રીંગ પહેરાવે છે.
View this post on Instagram
બંનેની સગાઈ થતાં જ ત્યાં હાજર તમામ લોકો તાળીઓ પાડે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બંનેની જોડી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. બંનેની આ જોડીને કોઈની નજર ન લાગે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment