ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સાથે ઉત્તર ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં આગામી 24 થી 48 કલાક દરમિયાન અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં અતિભારે વરસાદના કારણે અનેક જળાશયોમાં નવા પાણીની આવક થઇ છે. ગુજરાત રાજ્યમાં અંદાજે લગભગ 100 જેટલા જળાશયો હાઇ એલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર 100 જળાશયોમાં 90 ટકા પાણીનો જથ્થો છે.
આ ઉપરાંત 80 થી 90 ટકા પાણીના જથ્થા વાળા 8 જળાશયોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ઉપરાંત 18 જેટલા જળાશયોમાં 70 થી 80 ટકા કરતાં પણ વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મળતી માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 190 તાલુકામાં ધોધમાર વરસાદ પડવાના કારણે 142 જેટલા રસ્તાઓ બંધ કરવા માટે વહીવટી તંત્રને ફરજ પડી છે.
આ કારણોસર વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શાહિન વાવાઝોડાના કારણે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ભાવનગર, આણંદ, ભરૂચ, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ અને રાજકોટમાં ભારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 190 તાલુકામાં ધોધમાર વરસાદ પડવાના કારણે 142 જેટલા રસ્તાઓ બંધ કરવા માટે વહીવટી તંત્રને ફરજ પડી છે. આ કારણોસર વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
શાહિન વાવાઝોડાના કારણે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ભાવનગર, આણંદ, ભરૂચ, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ અને રાજકોટમાં ભારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment