સગાઈ થઈ ગયા બાદ ખજૂરભાઈ પોતાની મંગેતર મીનાક્ષી દવે સાથે દરિયા કિનારે જોવા મળ્યા, બંનેએ સાથે કાર રાઈડની મજા માણી…જુઓ વિડિયો…

Published on: 3:34 pm, Mon, 16 January 23

મિત્રો તમે ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાનીને તો જરૂર ઓળખતા હશો. ખજૂરભાઈ હંમેશા પોતાના સેવાકીય કામના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. અત્યાર સુધીમાં ખજૂર ભાઈ સેકડો ગરીબ લોકોને ઘર બનાવી આપ્યા છે અને તેમનું જીવન એક ખુશીઓથી ભરી દીધું છે. ખજૂર ભાઈના ચાહકોની વાત કરીએ તો તેમના ચાહકો વિદેશમાં પણ મોટી સંખ્યામાં છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ખજૂર ભાઈએ તો પોતાના કરિયરની શરૂઆત યૂટ્યુબ થી કરી હતી. પરંતુ જ્યારે ગુજરાત રાજ્યમાં વાવાઝોડું આવ્યું ત્યારે વાવાઝોડાની અંદર અનેક ગરીબ લોકોના ઘર પડી ગયા હતા. આવી પરિસ્થિતિમાં આ લોકોની મદદ કરવા માટે ખજૂરભાઈ આગળ આવ્યા હતા.

ત્યારથી લઈને અત્યાર સુધીમાં ખજૂરભાઈ સેકડો લોકોના જીવન બદલી નાખ્યા છે અને સેકડો લોકોને ઘર બનાવી આપ્યા છે. હાલમાં તમને ખજૂર ભાઈ ગરીબ લોકોની મદદ કરતા જોવા મળતા હશે. ખજૂરભાઈ ની વાત કર્યા તો હાલમાં થોડાક સમય પહેલા જ ખજૂરભાઈની સગાઈ થઈ છે. સોશિયલ મીડિયા પર લગભગ એક મહિના પહેલા ખજૂરભાઈ પોતાની સગાઈનો ફોટો મૂકીને તેમના ચાહકોને ચોંકાવી દીધા હતા.

ત્યાર પછી તો ગુજરાતના મોટા મોટા કલાકારો, અભિનેતાઓ અને ચાહકોએ ખજૂરભાઈને ખૂબ જ અભિનંદન આપ્યા હતા. ખજૂરભાઈની સગાઈ મીનાક્ષી દવે નામની યુવતી સાથે થાય છે. બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. થોડાક સમય પહેલા ખજૂર ભાઈ પોતાની મંગેતર સાથે દરિયાકિનારે જોવા મળ્યા હતા.

જેનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે ખજૂર ભાઈ પોતાની મંગેતર સાથે દરિયા કિનારે કાર રાઈડની મોજ માણી રહ્યા છે. ખજૂર ભાઈની સાથે દરિયાકિનારે તેમના ભાઈ અને અન્ય સાથી મિત્રો પણ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખજૂરભાઈ કાર ચલાવતા જોવા મળી રહ્યા છે.

વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો. https://youtube.com/shorts/7_ekzIJF6Mk?feature=share

તેમની બાજુની સીટમાં તેમના મંગેતર મીનાક્ષી દવે બેઠા છે. હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ખજુરભાઈના ચાહકો આશીર્વાદ આપી રહ્યા છે કે ખજૂરભાઈ આવી રીતે હંમેશા હસતા ખેલતા રહે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સગાઈ થઈ ગયા બાદ ખજૂરભાઈ પોતાની મંગેતર મીનાક્ષી દવે સાથે દરિયા કિનારે જોવા મળ્યા, બંનેએ સાથે કાર રાઈડની મજા માણી…જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*