સમાચાર

એન્જિનિયરિંગ કર્યા બાદ નોકરી ન મળતા યુવકે કેનાલમાં કૂદીને સુસાઇડ કરી લીધું… આખી ઘટના સાંભળીને ભાવુક થઈ જશો…

દેશભરમાં અવારનવાર સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં આર્થિક પરિસ્થિતિ, પ્રેમ પ્રકરણ, ડિપ્રેશન જેવી બાબતથી કંટાળીને યુવક કે યુવતીઓ પોતાનો જીવ ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં નોકરી ન મળતા એક યુવક ખૂબ જ હતાશ થઈ ગયો હતો અને જેના કારણે તેને કેનાલમાં કૂદીને સુસાઇડ કરી લીધું છે.

જાણવા મળી રહ્યું છે કે યુવકે એન્જિનિયરિંગ નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો, ત્યારબાદ તેને નોકરી ન મળતી હતી. જેથી તેને સુસાઇડ કરી લીધું. આ ઘટના ગઈકાલે એટલે બુધવારના રોજ 1:00 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાની માહિતી મળતા જ આસપાસના લોકો અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. લગભગ બે કલાક સુધી કેનાલમાં યુવકની શોધ ખોળ કરવામાં આવી હતી.

પછી તેનું મૃતદેહ કેનાલ માંથી મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના રાજસ્થાનના કોટામાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા યુવકનું નામ રાકેશ નાયક હતું અને તેની ઉંમર 28 વર્ષની હતી. રાકેશ ઝાલાવાડની સરકારી કોલેજમાંથી મેકેનિકલ વિષયમાં એન્જિનિયરિંગ કર્યું હતું.

અભ્યાસ પૂર્ણ થઈ ગયા બાદ તે નોકરીની શોધમાં હતો, પરંતુ તેને નોકરી મળતી ન હતી. નોકરી ન મળવાથી રાકેશ ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. આ ઉપરાંત કેટલી જગ્યાએ નોકરી મળે તો ચાર પાંચ દિવસમાં તેને છૂટો કરી દેતા હતા. ત્યારે ગઈકાલે સવારે 11 વાગ્યાની આસપાસ ખાનગી શાળામાં નોકરી માટે જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળી ગયો હતો.

ત્યાં નોકરી નો કોઈ પણ પ્રકારનો મેળ ન આવ્યો એટલે તે પોતાના પિતા પાસે ગયો હતો. ત્યારે તેના પિતાએ તેને બીજી જગ્યાએ નોકરી માટે પ્રયાસ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ રાકેશ પોતાના ઘરે ગયો હતો અને લગભગ એક વાગ્યાની આસપાસ તે ફરીથી ઘરની બહાર નીકળી ગયો હતો. પછી ઘણો બધો સમય થઈ ગયો પરંતુ તે ઘરે પરત ફર્યો નહીં.

મોટી સાંજ થઈ ગઈ છતાં પણ રાકેશ ઘરે ના આવ્યો એટલે પરિવારના સભ્યોને ચિંતા થવા લાગી હતી. ત્યારે સાંજના સમયે કોઈક વ્યક્તિએ એક કેનાલમાં એક વ્યક્તિનું મૃતદેહ તરતું જોયું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે રેસક્યુ ટીમને બોલાવી હતી. પછી રાકેશના મૃતદેહને કેનાલ માંથી બહાર કાઢવામાં આવ્યું હતું અને ઘટનાની જાણ તેના પરિવારજનોને કરવામાં આવી હતી.

ત્યારે જાણવા મળ્યું કે રાકેશે અભ્યાસ માટે ચાર લાખ રૂપિયાની લોન લીધી હતી અને તે લોન ના પૈસા ચૂકવી શકે તેમ ન હતો. તેથી તે ખૂબ જ ચિંતામાં રહેતો હતો. તેવામાં તેને નોકરી પણ મળતી નથી, છેવટે આ બધાથી કંટાળીને રાકેશે સુસાઇડ કરી લીધું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *