પ્રેમિકાને ઘરે મળવા બોલાવીને પ્રેમીએ પ્રેમિકા સાથે શારીરિક સંબંધ બાંધ્યા, પછી સ્ક્રુડ્રાઇવર વડે 26 વખત પ્રહાર કરીને પ્રેમિકાને પતાવી દીધી… જાણો કાળજુ કંપાવી દેનારી ઘટના…

Published on: 1:13 pm, Wed, 28 December 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે એક માસુમ યુવતી સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને તમારું પણ કાળજુ કંપી ઉઠશે. શનિવારના રોજ સ્ક્રુડ્રાઇવર વડે એક યુવતીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને હવે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીએ યુવતીના ગરદન, છાતી અને શરીરના અન્ય ભાગ ઉપર 26 વખત સ્ક્રુડ્રાઇવર વડે પ્રહાર કરીને તેનો જીવ લઇ લીધો હતો.

મૃત્યુ પામેલી યુવતીનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેના પ્રેમ શહબાદ ખાને લીધો હતો. હાલમાં પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ કાળજુ કંપાવી દેનારી ઘટના છત્તીસગઢના કોરબા જિલ્લામાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલી વ્યક્તિનું નામ નીલ કુસુમ હતું.

પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, આરોપી યુવક યુવતીનો જીવ લેવા માટે ફ્લાઈટમાં ગુજરાતી છત્તીસગઢના કોરબા જિલ્લામાં આવ્યો હતો. યુવતીના કોઈ અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતા આ વાતની શંકામાં યુવકે યુવતીનો જીવ લઈ લીધો તેવું કહેવામાં આવી રહ્યું છે. આરોપીને પકડવા માટે પોલીસની 4 ટીમ કામ પર લાગી ગઈ છે.

મૃત્યુ પામેલી યુવતી નવમા ધોરણથી બારમા ધોરણ સુધી મદનપુર સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. યુવતી દરરોજ એક બસમાં મુસાફરી કરતી હતી આ મુસાફરીમાં આરોપી કંડકટર તરીકે ફરજ બજાવતો હતો. ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત વધવા લાગી અને બંનેનો આ વાતચીત પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગઈ હતી. યુવતીને આ વર્ષે કોલેજમાં એડમિશન લેવાનું હતું.

પરંતુ કોઈ કારણસર યુવતીને એડમિશન ન મળ્યું તેથી 2023 માં એડમિશન લેવાની તૈયારીઓ ચાલુ હતી. આ દરમિયાન નીલમ કુસુમ ધીમે ધીમે પોતાના પ્રેમી સાથે વાતચીત કરવાનું ઓછું કરી દીધું હતું. આ દરમિયાન આરોપી ગુજરાતમાં એક કંપનીમાં કામ કરતો હતો. જ્યારે પણ આરોપી યુવક યુવતી ને ફોન કરતો ત્યારે યુવતી ફોન પર વ્યસ્ત રહેતી હતી.

તેથી આરોપીને શંકા ગઈ હતી કે યુવતી નું કોઈ અન્ય યુવક સાથે અફેર ચાલી રહ્યું છે. આ બાબતે અનેક વખત આરોપીએ કુસુમને જીવ લેવાની પણ ધમકી આપી હતી. છેવટે આરોપી કુસુમને બેવફા માનીને તેનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાનના આધારે તે કુસુમનો જીવ લેવા માટે ફ્લાઈટમાં ગુજરાતથી છત્તીસગઢ પહોંચ્યો હતો.

સંપર્ક કરીને 14 ડિસેમ્બરના રોજ આરોપીએ કુસુમને તેના ઘરે મળવા માટે બોલાવી હતી. સૌપ્રથમ બંને પોતાના ઘરે શારીરિક સંબંધ બાંધ્યા તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. પછી આરોપીએ સ્ક્રુડ્રાઇવર વડે 26 વખત કુસુમ ઉપર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ આરોપી પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પ્રેમિકાને ઘરે મળવા બોલાવીને પ્રેમીએ પ્રેમિકા સાથે શારીરિક સંબંધ બાંધ્યા, પછી સ્ક્રુડ્રાઇવર વડે 26 વખત પ્રહાર કરીને પ્રેમિકાને પતાવી દીધી… જાણો કાળજુ કંપાવી દેનારી ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*