ગુજરાતમાં લાંબા સમય બાદ 118 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો.

ગુજરાતમાં જૂન મહિનાના અંતમાં વરસાદે વિરામ લીધો હતો ત્યારે રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે અને ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદના પડ્યો છે. ગઈ કાલે અમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું.

ગઈકાલે સાંજે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ઉપરાંત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક સર્જાય અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

ઉપરાંત અમદાવાદમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વરસાદી પાણી ભરાતા AMC ની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ છે.

ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી રહેશે. આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો હતો તેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

મળતી માહિતી મુજબ જિલ્લા અને તાલુકાઓમાં 2 થી 2.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં તારાપુર, બગસરા, લખતર, ધોળકા, ધંધુકા, મહેમદાવાદ, તલોદ, રાજકોટ, ભાણવડ, સોજીત્રા, મહુધા વરસાદ ખાબક્યો હતો.

ઉપરાંત સાયલા, વિજયનગર, લાલપુર, ફતેપુર, તોયાન, પેટલાદ, અંકલા, મુદ્રા અને ચુડામાં 1.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*