આજે પણ પેટ્રોલના ભાવમાં વધારો, જાણો આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ…

Published on: 10:55 am, Mon, 12 July 21

દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે કોરોનાની મહામારી વચ્ચે દેશની જનતાને મોંઘવારીની મહામારી ભોગવવી પડે છે. ત્યારે આજે પેટ્રોલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો છે. ઉપરાંત ડીઝલના ભાવમાં 16 પૈસાનો ઘટાડો થયો છે.

દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.23 રૂપિયા અને ડીઝલ નો પ્રતિ લીટર ભાવ 89.76 રૂપિયા થયો છે. ઉપરાંત શનિવારના રોજ પેટ્રોલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો હતો. 15 રાજ્યમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 100 ને પાર પહોંચી ગયો છે.

જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા તમિલનાડુ કર્ણાટક જમ્મુ કશ્મીર ઓરિસ્સા બિહાર કેરળ લદાખ પંજાબ દિલ્હી અને સિક્કીમનો સમાવેશ થાય છે.

2014માં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 66.07 રૂપિયા અને ડીઝલનો પ્રતિલીટર ભાવ 50.32 રૂપિયા નોંધાયો હતો. 2015માં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 61.41 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 46.87 રૂપિયા નોંધાયો હતો.

2016માં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 64.70 રૂપિયા અને ડીઝલનો પ્રતિલીટર ભાવ 53.28 રૂપિયા નોંધાયો હતો. 2017માં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 69.19 રૂપિયા અને ડીઝલનો પ્રતિલીટર ભાવ 59.08 રૂપિયા નોંધાયો હતો.

2018માં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 78.09 રૂપિયા અને ડીઝલનો પ્રતિલીટર ભાવ 69.18 રૂપિયા નોંધાયો હતો. 2019માં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 71.05 રૂપિયા અને ડીઝલનો પ્રતિલીટર ભાવ 60.02 રૂપિયા નોંધાયો હતો. 2020માં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 76.32 રૂપિયા અને ડીઝલનો પ્રતિલીટર ભાવ 66.12 રૂપિયા નોંધાયો હતો.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ સવારે છ વાગે વધારો ઘટાડો થાય છે અને છ વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલનો ભાવ લાગુ પડે છે. પેટ્રોલ-ડીઝલ પર ડીલર કમિશન અને અન્ય ટેક્સ જોડાયા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ બમણા થઈ જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આજે પણ પેટ્રોલના ભાવમાં વધારો, જાણો આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*