મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં લગ્ન બાદ ઘણી વખત નાની નાની વાતમાં થયેલા ઝઘડાના કારણે પતિ પત્ની એકબીજાના જીવના દુશ્મન બની જતા હોય છે. ત્યારે આજે આપણે તેવી જ એક ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં લગ્નના ચાર મહિના બાદ સાવનાની એવી વાતમાં એક પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો.
આ ઘટના રાજસ્થાનના કોટા જિલ્લાના ઈટાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી છે. અહીં લગ્નના ચાર મહિના બાદ વરરાજાએ જ દુલ્હનનો જીવ લઈ લીધો હતો. પોતાની પત્નીનો જીવ લીધા બાદ આરોપી પતિએ કહ્યું હતું કે મારી પત્નીએ સુસાઇડ કર્યું છે. પરંતુ પોલીસે શંકાના આધારે તપાસ શરૂ કરી હતી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પતિએ જ પોતાની પત્નીનો જીવ લીધો છે.
તો ચાલો જાણીએ બંને વચ્ચે તો એવું તો શું બન્યું હશે કે પતિએ પત્નીનો જીવ લઇ લીધો.વિગતવાર વાત કર્યા તો કુલદીપ નામના વ્યક્તિના લગ્ન લગભગ ચાર મહિના પહેલા પિસ્તા બાઈ નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ બંને વચ્ચે બધું બરોબર ચાલતું હતું. કુલદીપને તેની પત્નીએ છોડી દીધો હતો.
જ્યારે પિસ્તા બાઈએ પોતાના પહેલા પતિથી છૂટાછેડા લીધા હતા. બંને પોતાના બીજા લગ્નનો ઉલ્લેખ એગ્રીમેન્ટમાં પણ કર્યો હતો. 16 નવેમ્બરના દિવસે મંગળવારના રોજ રાત્રિના સમયે કુલદીપ એ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો. પોતાની પત્નીનો જીવ લીધા બાદ તેના માતા પિતાને ફોન કરીને કહ્યું હતું કે તમારી દીકરીએ સુસાઇડ કર્યું છે.
અહીં આવીને તેનું મૃતદેહ લઈ જાવ. મૃત્યુ પામેલી યુવતીના પિતા આ વાત માનવા તૈયાર જ ન હતા. દીકરીના પિતાએ પોલીસને જણાવ્યું કે દીકરીએ ગ્રેજ્યુએટ કરેલું છે અને તે આવું પગલું ભરી જ ન શકે. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શંકાના આધારે પોલીસે મૃત્યુ પામેલી મહિલાના પતિની કડક પુછપરછ કરી હતી. આ દરમિયાન આરોપી પતિએ પોતાનો ગુનો કબુલ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર જ્યારે બંનેના લગ્ન થયા ત્યારે મહિલાના પિતાએ તેમને ખૂબ જ ઘરેણા આપ્યા હતા. પરંતુ દીકરીએ તે સોનાનું ઘરેણું પોતાના પિતાના ઘરે જ મૂકી દીધું હતું. આ બાબતને લઈને કુલદીપ દરરોજ તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો. કુલદીપ એવું ઇચ્છતો હતો કે તેની પત્ની તમામ દાગીનાઓ લાવીને તેને આપી દે. આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થતો હતો અને 16 નવેમ્બરના રોજ બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે કુલદીપ એ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment