ગુજરાત ભુજના ચિરાગ નામના યુવકની “ઈમાનદારીના” વિદેશની ભુરીએ પણ કર્યા વખાણ, ભુરીએ ચિરાગને કહ્યું કે… વીડિયો જોઈને તમે પણ આ યુવકના વખાણ કરશો…

Published on: 6:46 pm, Thu, 16 February 23

મિત્રો સોશિયલ મીડિયાની આ દુનિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમામ ભારતીય લોકોની છાતી ગજગજ ફૂલી જશે. આ વિડીયો ગુજરાતના ભુજના ચિરાગ નામના વ્યક્તિની ઈમાનદારીનો છે. ગુજરાતના આ યુવકે પોતાની ઈમાનદારી બતાવીને દેશનું નામ રોશન કર્યું છે.

ચિરાગ ની ઈમાનદારી જોઈને અમેરિકન દંપતી પણ ભાવુક થઈ ગયા હતા. આખી ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, અમેરિકન કપલ ભારતમાં ફરવા માટે આવ્યું હતું. બંને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે પોતાનું પાકીટ ટ્રેનની અંદર જ ભૂલી ગયા હતા. આ પાકીટની અંદર ઘણા મહત્વના ડોક્યુમેન્ટ અને કેટલાક રોકડા રૂપિયા હતા.

તેઓ પોતાનું વોલેટ ટ્રેનમાં ભૂલી ગયા છે તે વાતની જાણ તેમને હતી નહીં. પરંતુ અમેરિકન કપલને પાંચ દિવસ પછી પોતાનું ખોવાઈ ગયેલું પાકીટ પાછું મળ્યું હતું. ભુજના ચિરાગ નામના વ્યક્તિએ અમેરિકન કપલનું વોલેટ તેમને પાછું આપ્યું હતું. તો ચાલો જાણીએ અમેરિકન કપલને તેમનું વોલેટ કેવી રીતે પાછું મળ્યું. મિત્રો ચિરાગ નામનો વ્યક્તિ રાજકોટ ભુજના રેલ્વે સ્ટેશન પર રેસ્ટોરન્ટ ચલાવે છે.

ચિરાગ લગભગ છેલ્લા 40 વર્ષથી પોતાના પરિવાર સાથે ભુજની અંદર રહે છે. અને તે છેલ્લા ચાર વર્ષથી રેલવે સ્ટેશન પર રેસ્ટોરન્ટમાં બેસે છે. 20 ડિસેમ્બરના રોજ ટ્રેનમાં આવી રહેલા પરિવારના સભ્યોને ચિરાગ લેવા ગયો હતો. આ દરમિયાન ચિરાગને ટ્રેનની નીચેથી એક વોલેટ મળ્યું હતું. ચિરાગે વોલેટની અંદર જોયું તો વોલેટની અંદર જરૂરી ડોક્યુમેન્ટ અને કેટલાક રોકડા રૂપિયા હતા.

પછી ચિરાગે પોતાની ઈમાનદારી બતાવીને ડોક્યુમેન્ટના આધારે પતિ પત્નીનો સંપર્ક કર્યો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે વોલેટની અંદર જરૂરી ડોક્યુમેન્ટ અને 15,000 જેટલા રોકડા રૂપિયા હતા. અમેરિકન દંપતી યૂટ્યુબ ચેનલ ચલાવે છે. જેના કારણે વોલેટ ની અંદર ચેનલના 20 જેટલા કાર્ડ પણ હતા.

ત્યારબાદ ચિરાગે ઈન્સ્ટાગ્રામ અને ઈમેલ આઈડી પર અમેરિકન દંપતીને મેસેજ કર્યા હતા. પછી જાણવા મળ્યું કે અમેરિકન દંપંક્તિ તો ભુજથી ઘણા આગળ નીકળી ગયા છે. તેઓ 24 ડિસેમ્બરના રોજ પોતાનું હોલેટ લેવા માટે આવશે. જ્યારે અમેરિકન દંપતિ વોલેટ લેવા આવે છે ત્યારે તેઓ એક વિડિયો પણ બનાવે છે હાલમાં તે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પછી આ અમેરિકન દંપતિ ચિરાગને મળે છે. ત્યારબાદ ચિરાગ વોલેટ અમેરિકન દંપતીને સોંપી દે છે. ચિરાગની ઈમાનદારી જોઈને અમેરિકન દંપતિ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. બંને ચિરાગને ભેટ તરીકે પૈસા પણ આપ્યા હતા પરંતુ ચિરાગે તે ભેટ સ્વીકારી નહીં. ત્યારબાદ બંને ચિરાગ નો ખુબ ખુબ આભાર માન્યો હતો. અમેરિકન દંપતી ચિરાગની ઈમાનદારી પર કહે છે કે, તમે ખૂબ જ દયાળુ છો. મારી આંખોમાં આ શું છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ચારે બાજુ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો ગુજરાતના ચિરાગ ના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાત ભુજના ચિરાગ નામના યુવકની “ઈમાનદારીના” વિદેશની ભુરીએ પણ કર્યા વખાણ, ભુરીએ ચિરાગને કહ્યું કે… વીડિયો જોઈને તમે પણ આ યુવકના વખાણ કરશો…"

Leave a comment

Your email address will not be published.


*