પ્રેમ લગ્નના 2 મહિના બાદ પતિએ ટ્રેનને આગળ કુદીને પોતાનું જીવન ટુંકાવ્યું, પત્નીએ પતિ સાથે કર્યું હતું એવું કે – જાણીને તમે પણ ચોંકી ઉઠશો…

Published on: 11:33 am, Tue, 31 May 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક યુવકે ટ્રેનની આગળ કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. તપાસ દરમિયાન પોલીસને મૃતક યુવક પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મારી પત્નીએ મારી સાથે છેતરપિંડી કરી છે, હું જીવન ટૂંકાવી રહ્યો છું.

એમાં પરિવારનો કોઇ વાંક નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના જયપુર માલપુરા ગેટ વિસ્તારની છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સીતારામ હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી. સીતારામ એક કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. સીતારામે લગભગ બે મહિના પહેલા 28 વર્ષીય સોના નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

પ્રેમ લગ્ન કર્યા બાદ સીતારામ અલે સોના શ્યામ વિહાર પ્રતાપનગરમાં રહેતા હતા. ત્યારે 26 મેના રોજ સીતારામની પત્ની સોના ઘરેથી ભાગી ગઈ હતી. જ્યારે શનિવારે બપોરે 1.30 વાગ્યાની આસપાસ સીતારામે ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસને યુવકના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી, સુસાઇડ નોટમાં યુવકે એક નંબર પણ લખ્યો હતો. નંબરના આધારે પોલીસે મૃત્યુ પામેલા યુવકે ના સગા સંબંધી નો સંપર્ક કરીને તેની ઓળખ કરી હતી. મૃતક યુવતીની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મારી પત્ની સોનાએ મને દગો આપ્યો છે. તેને મારી સાથે છેતરપિંડી કરી છે. તેથી હું પોતાનું જીવન ટૂંકાવી રહ્યો છું. મારા પરિવારના સભ્યોને પરેશાન કરશો નહીં આમાં મારા પરિવારના સભ્યોનો કોઈ દોષ નથી.

હું મારી પત્નીના વિશ્વાસમાં આવી ગયો અને તેને મારી સાથે છેતરપિંડી કરી, હું દુનિયા છોડીને ચાલ્યો જાઉં છું. કંપનીમાં બેંક ખાતામાં 1.30 લાખ અને પીએફમાં એક લાખ રૂપિયા છે. જે મારા પરિવારને આપી દેજો. આ ઉપરાંત મારા કાકાને સાડા નવ હજાર રૂપિયા આપવાના છે. મૃત્યુ પામેલા યુવકે પોતાના કાકાનો નંબર સુસાઇડ નોટમાં લખ્યું હતો.

મળતી માહિતી અનુસાર 26 મેના રોજ જ્યારે સીતારામ કારખાને ગયો હતો. ત્યારે તકનો લાભ ઉઠાવીને સીતારામ ની પત્નીએ ઘરમાંથી સોનાના ઘરેણા, 2 લાખ રૂપિયા રોકડા અને 2 મોબાઇલ લઈને ભાગી ગઈ હતી. આ ઘટના બન્યા બાદ સીતારામ ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. તેથી તેને 28 મેના રોજ બપોરે ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રેમ લગ્નના 2 મહિના બાદ પતિએ ટ્રેનને આગળ કુદીને પોતાનું જીવન ટુંકાવ્યું, પત્નીએ પતિ સાથે કર્યું હતું એવું કે – જાણીને તમે પણ ચોંકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*