લગ્નના 2.5 વર્ષ પછી વહુએ પોતાના સાસરિયામા પગ મૂક્યો તો સાસુ એ કર્યું ભવ્ય સ્વાગત.

87

જ્યારે લગ્ન થાય એટલે સાસરિયામાં પુત્રવધુનું સ્વાગત ખૂબ જ ધામધૂમથી થતું હોય છે.આજે અમે તમને એવી એક દુલ્હન વિશે જણાવવાના છે જેને તેના લગ્નના અઢી વર્ષ પછી પોતાના સાસરિયામાં પગ મૂક્યો હતો.આપણે જણાવી દઈએ કે આ ઘટના રાજસ્થાનના જેસલમેર ની છે.

આ વિક્રમસિંહ ના લગ્ન આજથી આશરે અઢી વર્ષ પહેલાં એક યુવતી સાથે લગ્ન કરવામાં આવ્યા હતા પણ લગ્નના અઢી વર્ષ થયા હોવા છતાં દુલ્હન એકપણ વાર પોતાની સાસરિયામાં આવી ન હતી.આપણે જણાવી દઈએ કે આ યુવતી આપણા પાડોશી દેશની છે.

વિક્રમસિંહ ના લગ્ન થયા ત્યારે દુલ્હનના ડોક્યુમેન્ટ માં કંઇક તફલિક હોવાથી તે ભારત આવી શકે તેમ ન હતું.વિક્રમસિંહ ના લગ્ન થયાના 3 મહિના સુધી પોતાની પત્નીને ભારત લાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તેમના બધા જ પ્રયત્ન નિષ્ફળ નીવડ્યા હતા.

વિક્રમસિંહ પોતાની પત્નીને કોઈપણ રીતે પોતાના ઘરે લાવવા માંગતો હતો આ માટે તેને ઘણા લોકોની મદદ માંગી હતી અને આખરે અઢી વર્ષનો સમય વિતી ગયો.જયારે પરિસ્થિતિઓ સામાન્ય થઈ ત્યારે તેમની પત્ની પોતાના સાસરિયામાં આવી.વિક્રમસિંહ ના પરિવારને જયારે આ વાતની જાણ થઈ કે તે ખૂબ ખુશ થઈ ગઈ અને પુત્રવધુ નું ખૂબ જ ધામધૂમ થી સ્વાગત કર્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!