સુરતમાં થોડા સમય પહેલાં એક ચકચારી ઘટના બની હતી કે જેમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતી પર ફેનીલ ગોયાણી નામના આરોપીએ ધારદાર વસ્તુ વડે ગ્રીષ્માનો જીવ લઇ લીધો હતો. જેને લઇને ઘણી એવી દલીલો કોર્ટ દ્વારા ચાલી રહી હતી. જેમાં કોર્ટ દ્વારા આરોપી ફેનીલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
આરોપીને ફાંસીની સજા ફટકારવા થી ગ્રીષ્મના પરિવારને સંતોષ થયો છે. અત્યારે કહી શકીએ કે માત્ર 82 દિવસમાં જ કોર્ટે ચુકાદો આપી દીધો હતો જેમાં હાલ ફેનીલ ને લાજપોર જેલમાં સી ફાઇવ યાડમાં રાખવામાં આવ્યો છે કે જેમાં તેની સાથે અન્ય પાંચ કેદી ઉપર છે કે જેમને ફાંસીની સજા મળી છે.
આ આરોપીને દેખરેખ માટે વોચમેન પણ મુકવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ હવેથી રાજકોટ જેલ ની સાફ સફાઈ કરશે.હાલ તો ત્રણ મહિના માટે ફ્રી માં સેવા કરવાની રહેશે બાદમાં ત્રણ મહિના પછી તેને પગાર આપવામાં આવશે. હાલ તો આરોપીને પાકા કામના કેદી તરીકે સી ફાઈવ યાર્ડમાં રાખવામાં આવ્યો છે.
તેને કેદી નંબર 2231 આપવામાં આવ્યો છે. સાથે સાથે ફેનીલને સફેદ કપડાં પણ આપી દેવામાં આવ્યા છે. આ સફેદ કપડામાં જોવા મળશે કારણ કે પાકા કામના કેદી તરીકે સફેદ કપડામાં જ રાખવામાં આવે છે.
હાલ તો ફેનીલ ઇજાગ્રસ્ત હોવાથી તેની માત્ર સાફ-સફાઈ જ કરાવવામાં આવે છે. ત્યારબાદ તેને વધુ કામ પણ આપવામાં આવશે અને આવી કડક માં કડક સજા ફેનીલ ગોયાણીને કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. ત્યારે લોકોને એક જ સવાલ છે કે ક્યારે ફેનીલને ફાંસી મળશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
હાલ તો માત્ર 82 દિવસમાં જ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે ત્યારે ગ્રીષ્માનાં પરિવારને સંતોષ થયો છે. અને આ કેસમાં આ પરિવારની મુલાકાત માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા. ત્યારે સૌ કોઈ લોકો ભાવુક થઇ ગયા હતા અને ગ્રીષ્માના પરિવારે સૌ કોઈ લોકોનો આભાર માન્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment