એક કાર ચાલકે બાઈક સવાર બે યુવકોને પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર, બાઈક સવાર બંને યુવકોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ…

Published on: 12:24 pm, Mon, 9 May 22

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 2 બાઈકચાલક યુવકે પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની ઘટના રૂપનગઢ પાસે બની હતી. અહીં પાછળથી આવતી એક કારે બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.

જેના કારણે બાઇક પર સવાર બે યુવકોનાં ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર પણ પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે બંને વાહનોને કબજે લઇને ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. મૃત્યુ પામેલા બન્ને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલીને આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

આ અકસ્માતની ઘટનામાં એક 25 વર્ષીય યુવક અને 20 વર્ષિય યુવકનું કરુણ મૃત્યુ થયું છે. બંને યુવકો પરબતસરથી બાઈક પર રૂપનગઢ જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતી એક કારે બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. બાઇકને ટક્કર લગાવ્યા બાદ કાર પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માતમાં બાઇક પર સવાર બંને યુવકોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. બંનેના મૃતદેહને કબજે લઇને કાર ચાલક સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક કાર ચાલકે બાઈક સવાર બે યુવકોને પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર, બાઈક સવાર બંને યુવકોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*