આબુ જવા નીકળેલા ભાવનગરના યુવાનની બાઈક સ્લીપ થતા સર્જાયો ગંભીર અકસ્માત, યુવાનનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 2:31 pm, Mon, 9 May 22

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે પાલનપુરના જગાણા હાઈવે પર બાઈક સ્લીપ ખાઇ જતાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 25 વર્ષના યુવકનું કરુણ મૃત્યુ થયું હતું.

ભાવનગર શહેરના ઘોઘારોડ મીરા પાર્ક બ્લોક નંબર 28માં રહેતા અને મુંબઈમાં હિંદુસ્તાન યુનિલિવર કંપનીમાં સર્વિસ કરતો 25 વર્ષીય કરણ રાકેશભાઈ ભટ્ટ વર્ક ફ્રોમ હોમ ઘરેથી જ કંપનીની કામગીરી કરતો હતો. મળતી માહિતી અનુસાર કરણ રાકેશભાઈ ભટ્ટ અમદાવાદમાં આવેલા BMWના શોરૂમમાંથી સર્વિસ રાઈડમાં આબુ જવા માટે નીકળ્યો હતો.

ત્યારે પાલનપુર જગાણા હાઇવે પરના ત્રણ રસ્તા પાસે પહોંચતાં જ અચાનક બાઈક સ્લીપ ખાઇ ગઇ હતી. જેના કારણે આ ઘટનામાં કરણ ભટ્ટનું માથું ડિવાઈડર સાથે અથડાઈ હતું આ કારણોસર તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેથી તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થઈ ગયું હતું.

ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

આ ઘટનાની જાણ થતા કરણ ભટ્ટના મિત્ર મંડળ અને બ્રહ્મા સમાજમાં માતમ છવાઇ ગયો હતો. કરણ ભટ્ટ ભાવનગર શહેરમાં બ્રહ્મ સમાજ આયોજિત વિવિધ કાર્યક્રમમાં હંમેશાં હાજર રહેતો હતો અને પોતાની રીતે સમાજસેવા નું કામ કરતો હતો.

મળતી માહિતી અનુસાર યુવાનો આબુ જવા માટે નીકળ્યા હતા. આ છ યુવાનોમાં કરણનો પણ સમાવેશ થાય છે. આ દરમ્યાન આબુ જવા માટે નીકળેલા કરણને તેના જીવનનો અંતિમ પ્રવાસ બની ગયો હતો. પરિવારના જવાનજોધ દીકરાનું મૃત્યુ થતાં માતા-પિતા પડી ભાંગ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આબુ જવા નીકળેલા ભાવનગરના યુવાનની બાઈક સ્લીપ થતા સર્જાયો ગંભીર અકસ્માત, યુવાનનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*