ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ સારા વરસાદ માટે હજુ પણ જોવી પડશે રાહ, જાણો વિગતવાર.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનું આગમન ગત વર્ષ કરતાં પહેલા થઇ ગયું છે અને રાજ્યમાં શરૂઆતમાં જ ચોમાસુ ખૂબ જ સારું રહ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદ નું પ્રમાણ ઘટયું છે. અને રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ નહીવત થઇ ગયો છે.

ત્યારે ગુજરાતમાં સારો વરસાદ માટે હજુ રાહ જોવી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

ઉપરાંત આજરોજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે છુટોછવાયો વરસાદની આગાહી થઈ છે. ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા માં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડે તેવી શક્યતા.

ઉપરાંત રાજ્યમાં 4 જુલાઇ વરસાદ ની તીવ્રતા ઘટે શકે તેવી સંભાવના. 4 અને 5 તારીખ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના ખૂબ જ ઓછી રહેશે. ઉપરાંત 6 અને 7 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાશ પડતો વરસાદ ની સંભાવના છે.

ઉપરાંત જૂન મહિનામાં ગુજરાત રાજ્યમાં વરસાદ નું પ્રમાણ ઓછું રહ્યું છે જેના કારણે ગુજરાતમાં 29% જેટલી ઘટ જોવા મળે છે. આ ઉપરાંત આજે રાજ્યમાં 23 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી છે. આ સમયે ખેડૂતોને વાવણી નો સમય હોય છે.

ત્યારે વરસાદની ઘટ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં નોંધાયો છે. હજુ ગુજરાતમાં અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી તે માટે ભારે વરસાદની સંભાવના ખૂબ જ ઓછી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*