2022 ની ચૂંટણી પહેલા ભાજપે બનાવ્યો માસ્ટર પ્લાન, મોદી સરકાર ગરીબ લોકો માટે કરશે આ કામ…

Published on: 4:46 pm, Sat, 3 July 21

દેશમાં આવનારા દિવસોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાત સહિતના બીજા ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. 400થી વધારે વિધાનસભા સીટો વાળા રાજ્યમાં ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ જનતા ને પોતાની તરફ આકર્ષવા માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજનાનો ખૂબ જ પ્રચાર કરવાનો માસ્ટર પ્લાન બનાવ્યો છે.

ઉપરાંત ભારતીય જનતા પાર્ટી દ્વારા આ યોજનાનો પ્રચાર કરવા માટે લોકલ લેવલ કાર્યકર્તાઓને આદેશ આપી દેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીના સંગઠન કાર્યકર્તાઓએ કહ્યું છે કે જનતાને પોતાની તરફ આકર્ષવ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજનાનો ખૂબ જ પ્રચાર કરવામાં આવશે.

જેને અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના શાસિત તમામ રાજ્યોમાં દરેક રાશનની દુકાને બહાર પાંચ કિલો ઘઉં અથવા ચોખાના વિતરણનું બેનર લગાવવામાં આવશે.

આ બેનરમાં અનાજના વિતરણ ની માહિતી ઉપરાંત મોદી અને રાજ્યના મુખ્યમંત્રીની તસવીર હશે. આ ઉપરાંત ની દુકાનેથી અનાજ લઈ જવા માટે બેગ ની ડિઝાઇન પણ કેન્દ્રીય કાર્યાલય તરફથી આપવામાં આવશે.

બેગ ઉપર કમલ લગાવીને તેનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે ભાજપ સિવાયના રાજ્યોમાં પણ કમળના નિશાન લગાવીને વહેંચવાનું કયું છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા પણ જનતાને પોતાના તરફ ખેંચવા નું કાર્ય થશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજના હેઠળ દેશના દેશની 80 કરોડ જનતાને નવેમ્બર મહિના સુધી 5 કિલો અનાજ મફત આપવામાં આવશે. આ તમામ કાર્ય આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!