માતાજીના દર્શન કરવા જતી ઇકો કાર અને ટ્રેલર વચ્ચે ટક્કર થતા સર્જાયો અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ…

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવી હશે. ત્યારે રાજ્યમાં ખેડા જિલ્લાના મહુધા પથકમાં ગઈકાલે રાત્રે એક અકસ્માતની ઘટના બની હતી. અહીં અજાણ્યા ટ્રેલરે ઇકો કારને ટક્કર લગાવી હતી. અકસ્માતમાં ઇકો કાર રોડની સાઇડમાં પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માતમાં 2 વ્યક્તિઓનું નડિયાદની સિવિલ હોસ્પિટલમાં અને 1 વ્યક્તિનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જ્યારે કાર ચાલક અને અન્ય એક વ્યક્તિ નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તમામ લોકો મહીસાગર જિલ્લાના સંતરામપુર ના વતની હતા.

અને તેઓ એક જ પરિવારના સગા સંબંધીઓ હતા. તમામ લોકો કાર લઈને આણંદના મલાતજ ગામ મેલડી માતાજીના દર્શન કરવા માટે જતા હતા ત્યારે રસ્તામાં તેમનું અકસ્માત થયું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસે ઈજાગ્રસ્ત કારચાલકની ફરિયાદને આધારે ગુનો નોંધ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર મહુધા તાલુકાના મંગળપુર પાટીયા પાસે મંગળવારના રોજ મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર અહીંથી પસાર થતી GJ 17 AH 0158 નંબરની ઇકો કાર નડિયાદ તરફ આવી રહી હતી. ત્યારે સામેથી આવતા ટ્રેલરે ઇકો કારને ટક્કર લગાવી હતી. ટક્કર થતાં જ ઇકો કાર રોડના સાઇડના ખાડામાં પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માત બાદ ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાર બાદ કારમાં સવાર 6 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી એકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ ઉપરાંત અન્ય પાંચ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જેમાં બે વ્યક્તિઓના સારવાર દરમ્યાન મૃત્યુ થયા હતા. અને એક વ્યક્તિનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુ થયા છે. આ અકસ્માતમાં સુરેશભાઈ અંબાલાલ ભોઈ, સંજયભાઈ દિલીપભાઈ ભોઈ, રાજુભાઈ શનાભાઈ ભોઈ, સંજયભાઈ અરજણભાઈ બારૈયાનું મૃત્યુ થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*