ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. ખેડૂતો માટે કરોડોનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.રોડ રસ્તા ને લઈને પણ રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકારે મોટા આદેશ આપ્યા છે. ગુજરાતના ખેડૂતો માટે આજે રાજ્ય સરકાર મોટી સહાયની જાહેરાત કરતા 546 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે.
આ પેકેજમાં સરકારના જણાવ્યા અનુસાર 2.82 લાખ ખેડૂતોને લાભ આપવામાં આવશે.આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક બાદ કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે વરસાદ બાદ સૌરાષ્ટ્ર સહિતના સાત થી આઠ જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું.
જેમાં સર્વે બાદ સહાયની જાહેરાત કરવામાં આવી છે.જીતુભાઈએ કહ્યું કે કુદરત રૂઠે ત્યારે ખેડૂતો પર જે મુશ્કેલી આવે છે તેની સામે તે ખેડૂત ફરીથી ઊભો થઈ શકે તેના માટે આ મદદની જાહેરાત કરવામાં આવી છે.વાઘાણીએ કહ્યુ કે ખેડૂતોને અરજી કરવાનો ખર્ચ પણ સરકાર જ ભોગવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!