દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ત્યારે આજરોજ ગુજરાતના અલગ-અલગ શહેરોમાં આમ આદમી પાર્ટી દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવ નો વિરોધ કરવામાં આવ્યો હતો.
સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વનિતા વિશ્રામ વિસ્તારમાં પેટ્રોલ-ડિઝલના વધતા ભાવને લઇને વિરોધ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ વન ટીમ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારા સામે આજે જન આંદોલન કરવામાં આવ્યું. જેમાં આમ આદમી પાર્ટીના દરેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આ તાનાશાહી સરકાર સામે મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યો હતો.
આ ઉપરાંત રાજ્યમાં દાહોદ શહેરમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવનો વિરોધ કરાયો હતો. તેમજ મહેસાણા જિલ્લા માં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ નો વિરોધ કરવામાં આવ્યો હતો.
ઘણી જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ના વિરોધના કારણે પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને કેટલાક કાર્યકર્તાઓને તો ટીંગાટોળી કરીને પોલીસની ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બેનરો લઇને પણ વિરોધ કર્યો હતો બેનરમાં લખ્યું હતું કે ”ભાજપના કાયદા અને અંબાણી ના ફાયદા” આ ઉપરાંત બેનરમાં લખ્યું હતું કે ”જમીન માટે મોંઘું, આકાશ માટે સસ્તુ, જેને આ ગજબની વાત…!”
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment