ઈશુદાન ગઢવી સહિત AAPના નેતાઓ પર જૂનાગઢમાં થયો પ્રહાર, કાર્યકર્તાઓ ને માર્યા…

Published on: 9:01 pm, Wed, 30 June 21

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અત્યારથી જ મોટા પાયે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉપરાંત જ્યારે અરવિંદ કેજરીવાલ આવ્યા હતા ત્યારે ઈશુદાન ગઢવી પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે આજરોજ જાન સંવેદના યાત્રા અત્યારે હાલમાં જૂનાગઢમાં પહોંચી હતી.

ત્યારે ત્યાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ઇશ્વરદાન ગઢવી અને બીજા અન્ય નેતાઓ પર ભયંકર પ્રહાર કર્યો છે. આ સમગ્ર ઘટના વિસાવદરના લેરિયા ગામ માં થાય. નેતા પર આ પહારના સમયે કારમાં ઈશુદાન ગઢવી, પ્રવિણ રામ અને મહેશ સવાણી ઉપસ્થિત હતા.

પ્રહાર દરમિયાન તેઓના ગાડીના કાચ પણ તૂટી ગયા. ઈશુદાન ગઢવી એ આ સમગ્ર ઘટના પર એક ન્યૂઝ ચેનલમાં કહ્યુ કે આ ગુજરાત હવે બિહાર થઈ રહ્યું છે.

ઉપરાંત તેમને કહ્યું કે જન સંવેદના યાત્રા દરમિયાન 20 થી 25 લોકો અચાનક અમારા પર લોખંડની પાઇપ વડે પ્રહાર કરવા લાગ્યા. અમે અમારો જીવ સીટની નીચે છુપાઈ ને બચાવ્યો છે. અમારા કાર્યકર્તાઓ સારું એવું લાગ્યું છે.

આઉ ઈશુદાન ગઢવી એ કહ્યું કે વિજય રૂપાણી આ વ્યવસ્થાને નહીં સંભાળી શકે. મારી સાથે મહેશ સવાણી પણ કારમાં નીચે છુપાઈ ને પોતાનો જીવ બચાવ્યો છે.

આ સમગ્ર મુદ્દે ભારતીય જનતા પાર્ટીના યોગેશ દેવે કહ્યું કે દિલ્હીની જેમ શાહીન બાગ બનાવ્યો હતો તેમજ ગુજરાતની શાંતિ ભંગ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. આ

ઉપરાંત તેમને કહ્યું કે આ પ્રહાર જાતે પણ કરાવ્યો હોય તેવું શક્ય છે. જો આ ઘટના પાછળ ભારતીય જનતા પાર્ટી નો હાથ હોય તો સાબિત કરી બતાવો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!