આજરોજ આમ આદમી પાર્ટીના ગુજરાત લીગલ સેલની મિટિંગમાં પ્રદેશ પ્રમુખ લીગલ શેલ પ્રવીણ ઠક્કર દ્વારા મોરબીની પૂર દુર્ઘટનાના પીડી તો તથા મૃતકોના પરિવારજનો માટે ઘણા ઠરાવ પસ્તાવિત કરવામાં આવ્યા છે. આ માનવી પાર્ટીના લીગલ હશે એના દરેક સભ્યોએ મોરબીમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને જે લોકો મોરબીની ઘટનામાં ઈજા પામેલા છે તે લોકો જલ્દીથી સ્વસ્થ થાય એવી ઈશ્વરને કામના કરી.
આ મારી પાર્ટીના લીગલ સેલ મોરબીની ઘટનાથી પ્રભાવિત દરેક વ્યક્તિને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં વિનામૂલ્યે કાનૂની સહાય પૂરી પાડશે અને સરકાર પાસે માંગણી મુકશે કે જે ખરેખર આ ઘટનાના ગુનેગારો છે એ લોકોની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ તમામ સામે જીવ લેવાનું કેસ ચલાવવામાં આવે.
આમ આદમી પાર્ટી લીગલ સેલ ની માંગણી એવી છે કે, મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને આ પરિવારજનોને દસ દસ લાખ રૂપિયા અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને પાંચ પાંચ લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે અને વધુમાં પ્રશાસન દ્વારા કોઈ કાયદાકીય ઈરાદાપૂર્વક ખામી રાખે કે ભ્રષ્ટાચાર કરી કોઈને પણ બચાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તેને આમ આદમી પાર્ટી લીગલ સેલ કાયદેકીય રીતે પકડી પણ આપશે. જ્યાં જરૂર પડે અરજી કરશે કે નીચલી કોર્ટ કે હાઇકોર્ટમાં પણ આ બાબતે લડશે.
આ ઠરાવ ને આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ વિકી મહેતા, પ્રદેશ ઉપપ્રમુખ ઉર્વશી મિશ્રા, પ્રદેશ સચિવ લીગલ સેલ પુનિત જુનેજા, પ્રદેશ સચિવ HC લીગલ સેલ ઓમ કોટાવાલા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment