રાજકોટના પુરગ્રસ્ત વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ફૂડ પેકેટ નું કર્યું વિતરણ અને લોકોને આશ્વાસન આપતા કહ્યું એવું કે…

Published on: 6:35 pm, Tue, 12 July 22

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુ ભારે વરસાદના કારણે રાજકોટના ઘણા વિસ્તારોમાં મુલાકાત માટે ગયા હતા અને આજે ભાજપના રાજમાં રસ્તાઓ તળાવ બની ગયા છે તેવું તેઓએ જણાવ્યું હતું.ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ જણાવ્યું કે સામાન્ય જનતાને આવવા જવામાં તકલીફ પડી રહી છે અને લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે.

તેઓએ જણાવ્યું કે જનતાને હાલમાં ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે તેનું માત્ર ને માત્ર જવાબદાર વ્યક્તિ ભાજપ સરકાર જ છે.ફરી એકવાર ભાજપ સરકારની પોલ ખુલી ગઈ છે ને પ્રિમોન્સૂન ના નામે સમગ્ર ગુજરાતમાં ભાજપ સરકારે એક પણ કામ કર્યું નથી તે આજે સાબિત થઈ ગયું છે. રવિવારે વરસાદમાં સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ વણસી ગઈ હતી

અને શહેર થી લઈને ગામડા સુધી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.આપને જણાવી દઈએ કે મહિકા ગામમાં ભાજપ સરકાર દ્વારા બનાવેલો પુલ તૂટી જતા ચારે તરફ પાણી ભરાઈ ગયું હતું અને ગામના લોકોને ગામની બહાર જવામાં તકલીફ પડી હતી. રાજકોટમાં પૂરગસ્ત વિસ્તારમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ લોકોની મદદ કરવા માટે ફૂડ પેકેટ વિતરણ પણ કર્યો તો ને લોકોને આશ્વાસન પણ આપ્યું હતું કે આમ આદમી પાર્ટી તમારી સાથે જ છે.

તેઓએ જણાવ્યું કે ભાજપ સરકારે વરસાદ અને પુણ્ય સમસ્યાને પહોંચી વળવા માટે કોઈ વ્યવસ્થા કરી નથી અને આજે ગુજરાતના સેકડો પરિવાર પાસે ખાવા માટે અનાજ નથી અને લોકોને સરકાર પાસેથી કોઈ આશા નથી કારણ કે ગુજરાતની જનતા વર્ષોથી આ રીતે ભાજપની નક્તાઈ થી વાકેફ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટના પુરગ્રસ્ત વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ફૂડ પેકેટ નું કર્યું વિતરણ અને લોકોને આશ્વાસન આપતા કહ્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*