ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં તમામ રાજકીય પક્ષો પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવામાં ગાંધીનગર ખાતે કમલમ મા યોજાયેલી ભાજપની કોર કમિટીની બેઠક પૂરી થઈ ગઈ છે. બેઠક બાદ ભાજપ પ્રદેશ કારોબારીમાં એક ઠરાવ પસાર કર્યો છે.
તે સાથે કોરોનાની મહામારી માં કામગીરી કરતા ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ સહિતના તમામ સહાયકોને અભિનંદનનો ઠરાવ પસાર કરાયો હતો. ઉપરાંત સીઆર પાટીલે કહ્યું કે કોરોના ના કારણે મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી.
ઉપરાંત તેમને કહ્યું કે રાજ્યમાં કોરોના ની ત્રીજી લહેરને લઈને પણ સમગ્ર તૈયારી વિશે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એ બેઠકમાં રજૂઆત કરી હતી.
જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા ત્યારે તેમની જાહેરાત કરી હતી કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ગુજરાતમાં 182 બેઠકો પર ઉભા રહેશે.
તો સી.આર.પાટીલ એવા મુદ્દા પર જવાબ આપ્યો કે ગુજરાત રાજ્યમાં ભાજપ પાસે 1 કરોડ 14 લાખ નોંધાયેલા સભ્યો છે. આ ઉપરાંત તેજ કમિટીમાં 58 લાખ જેટલા સભ્યો છે.
આમ છતાં પણ અમે આમ આદમી પાર્ટીની કામગીરી જોઈ રહ્યા છીએ. આ ઉપરાંત સી.આર.પાટીલ થઈ ગયું કે ગુજરાતમાં કોઈ ત્રીજો પક્ષ આવ્યા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment