સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતી યુવતીએ પોતાનું જીવન ટુંકાવી લીધું છે. યુવતીએ સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સુસાઇડ નોટમાં સમગ્ર ઘટનાની હકીકત જાણવા મળી છે. યુવતીના મૃત્યુનું કારણ જાણીને તમે પણ ચોકી જશો. તો ચાલો સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ.
સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે, જયપુરની પંજાબ નેશનલ બેંકની માર્કેટિંગ મેનેજર સુરભી કુમાવત નામની યુવતીએ પોતાનું પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. એવું જાણવા મળી રહ્યું છે કે સુરભીએ લવ મેરેજ કર્યા હતા અને તે ખૂબ જ સારું જીવન જીવી રહી હતી. તેને પોતાના પતિથી પરેશાન થઈને આ પગલું ભર્યું છે. સુરભીના મૃત્યુના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસને તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટ માં સુરભીએ લખ્યું હતું કે, હું ખૂબ જ ખુશ રહેવા માંગતી હતી પણ દરેક લોકો મને પરેશાન કરવા માગતા હતા. મારો પતિ પણ મને પસંદ કરતો ન હતો. તે મને દરેક સેકન્ડ ધરાવતો હતો. મને જીવનમાં એક પણ વ્યક્તિનો પ્રેમ મળ્યો નથી. વધુમાં સુરભીએ લખ્યું હતું કે, હું મારા કામ અને ઓફિસથી પરેશાન થઈ ગઈ છું. મને હવે કાંઈ સમજાતું નથી. બસ હું ખુશ રહેવા માગું છું. મને કાંઈ સમજાતું નથી, દરેક વ્યક્તિ મને આઘાત પહોંચાડવા ઈચ્છે છે.
હું ફક્ત ખુશ રહેવા ઈચ્છું છું. હું કોઈના જીવનની મુસીબત બનવા ઇચ્છતી નથી. મારો પતિ મને નફરત કરે છે અને મને છોડી દેવાની ધમકીઓ આપે છે. મારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હું હવે આ બધું છોડીને જઈ રહી છું… મને દુઃખ છે કે દીકરી હું તને જોઈ શકીશ નહીં. આવા શબ્દો સુરભીએ પોતાની સુસાઇડ નોટમાં લખ્યા હતા અને ત્યારબાદ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
સુરભી રાજસ્થાનના ટોંગ જિલ્લાની રહેવાસી હતી. સુરભી છેલ્લા 25 વર્ષથી જયપુરમાં રહેતી હતી. સુરભી જ્યારે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરી રહી હતી ત્યારે તેની મુલાકાત શાહિદ અલી નામના વ્યક્તિ સાથે થઈ હતી. બંને વચ્ચે ધીમે ધીમે મિત્રતા થવા લાગી અને બંનેની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. 2016માં સુરભી અને શાહીદે ગાજિયાબાદના આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા.
સુરભીએ હાલમાં જ ફલેટ ખરીદ્યો હતો. 11 જૂન 2022 ના રોજ સુરભી અને તેનો પતિ ફ્લેટ પર રહેવા આવ્યા હતા. સુરભી પંજાબ નેશનલ બેંકમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરતી હતી. સુરભીના મૃત્યુ બાદ પોલીસ ઘટના જ સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સુસાઇડ નોટના આધારે સુરભીના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. મૃત્યુ પામેલી સુરભીના પિતાએ જણાવ્યું કે, દીકરીનો પતિ દીકરીની કમાણી ઉપર મોજ કરતો હતો. પોલીસે સુરભીના પતિની ધરપકડ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment