અમેરિકામાં કિડનેપ થયેલા 4 ભારતીયના મૃતદેહ મળી આવ્યા, 8 મહિનાની બાળકી સહિત ચારેયના હાથ બાંધીને….જાણો સમગ્ર ઘટના

Published on: 2:26 pm, Thu, 6 October 22

મિત્રો હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં થોડાક દિવસો પહેલા એક પંજાબી પરિવારના તમામ સભ્યોનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ પંજાબી પરિવારના તમામ સભ્યોના મૃતદે મળી આવ્યા છે. તેમાં એક આઠ મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. આ વાતની પુષ્ટિ મર્સિડ કાઉન્ટી શેરિફ વર્ન વોર્નેકે કરી છે.

મળતી માહિતી અનુસાર પરિવારના તમામ સભ્યોના પર ગોળી ચલાવીને તેમનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટના બધા જ ચારે બાજુ ભાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું કે, 3 ઓક્ટોબરના રોજ સાઉથ હાઇવે 59ના 800 બ્લોક પર એક જ પરિવારના ચાર સભ્યોનું અપહરણ કરવામાં આવ્યું હતું.

આ પરિવાર અમેરિકામાં પોતાનો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતો હતો. પરિવાર પંજાબના હોશિયારપુર જિલ્લાના ટાંડાના હરસી ગામનો રહેવાસી હતો. સોમવારના રોજ 36 વર્ષના જયદીપસિંહ, તેમની 27 વર્ષની પત્ની જસલીન કોર અને 8 મહિનાની દીકરી આરોહી અને 39 વર્ષના ભાઈ અમનદીપસિંહનું અપહરણ કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે 48 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી છે. એવું જાણવા મળી રહ્યું છે કે આરોપીએ પોતે પણ જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં તેની હાલત ખૂબ જ નાજુક છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયેલો છે.

સોમવારના રોજ પરિવારનું અપહરણ થયા બાદ પોલીસે તેમને શોધખોળ શરૂ કરી દીધી હતી. પોલીસને બુધવારના રોજ સાંજના સમયે ઇન્ડિયાના રોડ અને હચિન્સન રોડ નજીકના પાર્કમાંથી ચારેયના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઈને જણાવ્યું કે, બગીચામાં કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા. તેમને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

મળતી માહિતી અનુસાર પરિવારના ચારેય સભ્યો પર ગોળી ચલાવીને તેમનો જીવ લેવામાં આવ્યો હતો. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારજનો માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર આરોપી યુવકે બળજબરીપૂર્વક પરિવારને ટ્રકમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ આખા પરિવારનો જીવ લઈ લીધો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો