પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહેલા વ્યક્તિને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો, ત્યારબાદ બન્યું એવું કે વ્યક્તિનું મૃત્યુ…જાણો એવું તો શું થયું હશે…

Published on: 4:01 pm, Thu, 6 October 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. છેલ્લા થોડા દિવસોથી તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ. જેમાં ગરબા રમતા રમતા અથવા તો સ્ટેજ પર ડાન્સ કરતા કરતા કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હાલમાં કેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં ક્રિકેટ રમતી વખતે એક ખાનગી કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરનું મૃત્યુ થયું છે.

આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. ક્રિકેટ રમતી વખતે અચાનક જ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી અને છાતીમાં દુખાવો શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ મિત્રો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મળતી માહિતી અનુસાર હાર્ટ એટેક આવવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે મૃત્યુ પામેલા યુવકને સિગરેટનું ખૂબ જ વધારે પડતું વ્યસન હતું. આ ઘટના મંગળવારના રોજ સાંજના સમયે બની હતી. બુધવારના રોજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ યોગેશ ગુપ્તાહ હતું અને તેમની ઉંમર 34 વર્ષની હતી. આ ઘટના ભોપાલના પીપલાની વિસ્તારમાં બની હતી. યોગેશ ગુપ્તા હેલ્થ કેર કંપની ‘ફાઈટોસેલ લાઇફ’માં કામ કરતા હતા.

યોગેશ ગુપ્તા આ કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતા. તેઓ ભોપાલમાં પ્રતાપ ચોક પાસે અશોક ગાર્ડન વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેમની સાથે કામ કરતા એક વ્યક્તિએ જણાવ્યું કે, મંગળવારના રોજ સાંજના સમયે 16 જેટલા મિત્રો સાથે તેઓ પિપલાની ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા માટે ગયા હતા. ક્રિકેટ રમતા હજુ તેની 10 થી 15 મિનિટ થઈ હશે ત્યાં યોગેશ બોલ પકડવા માટે દોડે છે.

ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવા ઉપડ્યો હતો અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. જેથી તેઓ થોડીક વાર બેસી જાય છે અને તેઓ ઘરે ચાલ્યા જાય છે. ઘરે પહોંચ્યા ત્યારે તેમને ફરીથી છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારે ઉતાવળમાં જ તેમના મિત્રો તેમને ઓટો દ્વારા વેદાંત હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં હાજર ડોક્ટરે તેમની હાલત જોઈને તેમને ચક્કર હોસ્પિટલમાં રેફર કરી દેવામાં આવ્યા હતા. અહીં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે યોગેશ ગુપ્તાના ઘરની તપાસ કરી ત્યારે તેમના ઘરની અંદરથી ઘણી બધી સિગરેટો મળી આવી હતી. યોગેશના મિત્રોએ જણાવ્યું કે તેમને સિગરેટ પીવાની ખૂબ જ વધારે પડતી નથી. તેઓ દિવસની 30 થી 40 સિગરેટ પીતા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે હાર્ટ એટેક આવવાના કારણે યોગેશ ગુપ્તાનું મૃત્યુ થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહેલા વ્યક્તિને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો, ત્યારબાદ બન્યું એવું કે વ્યક્તિનું મૃત્યુ…જાણો એવું તો શું થયું હશે…"

Leave a comment

Your email address will not be published.


*