ઝાડની નીચે આરામ કરવા બેઠેલા યુવકને અચાનક જ એવું દર્દનાક મોત મળ્યું કે… સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 12:49 pm, Mon, 28 August 23

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રવિવારના રોજ મજૂરી કામ કરતા એક યુવક સાથે અચાનક જ કંઈક એવું બન્યું કે યુવક નો આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. જાણવા મળી રહ્યો છે કે મજૂરી કામ કરતી વખતે યુવક પાણીથી ભરેલા ખાડામાં ડૂબી ગયો હતો. ત્યારબાદ ગામના લોકોએ ખાડામાં પડેલા યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો.

પરંતુ ત્યાં સુધીમાં તો તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. મૃત્યુ પામેલા યુવકની ઉંમર 38 વર્ષની હતી. આ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, રવિવારના રોજ યુવક એક ખેતરમાં કામ કરવા માટે ગયો હતો.

ખેતરમાં કામ કરીને યુવક પરત આવતો હતો ત્યારે રસ્તામાં તે એક બેલાના ઝાડ નીચે આરામ કરવા માટે બેઠો હતો. ઝાડની બાજુમાં પાણીથી ભરેલો એક ખાડો હતો. આ દરમિયાન યુવકને અચાનક જ ચક્કર આવ્યા હતા અને તે પાણીથી ભરેલા ખાડામાં પડી ગયો હતો.

ખાડો ખૂબ જ ઊંડો હોવાના કારણે યુવકનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા. પછી યુવકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા યુવકના પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી કાગળિયા કર્યા અને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટના બનતા યુવકના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઝાડની નીચે આરામ કરવા બેઠેલા યુવકને અચાનક જ એવું દર્દનાક મોત મળ્યું કે… સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*