હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં લખપત તાલુકાના જુણાચાય નજીક આવેલા કુંડીધોધમાં નાહવા ગયેલા 22 વર્ષના યુવકનું પાણીમાં ડૂબી જવાના કારણે કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા.
મૃત્યુ પામેલા યુવકનું નામ આતીફ સાલેમામદ નોતીયાર નામનો યુવક પોતાના ઘરે આવેલા મહેમાનો સાથે રવિવારના રોજ બપોરે કુંડીધોધ ખાતે ફરવા માટે ગયો હતો. આ દરમિયાન ધોધમાર નહાતી વખતે આતીફ એક ખાડામાં પડી ગયો હતો. આ દ્રશ્યો જોઈને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ત્યારબાદ તે લોકોએ મળીને ખાડામાં પડેલા યુવકને બહાર કાઢીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ મોકલ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવકના મૃત્યુના સમાચાર સાંભળીને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
યુવકના મૃત્યુના કારણે તેના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ થવાઈ ગયો હતો. એવું જાણવા મળી રહ્યું છે કે આ બનાવ સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હતી. મૃત્યુ પામેલા યુવકના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા. મૃતક યુવકના પિતા છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
મૃત્યુ પામેલો યુવક પોતાના ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો. ચોમાસામાં આવી ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આ કારણોસર ચોમાસામાં કોઈ પણ જગ્યાએ જુઓ બહાર ફરવા જાવ તો પાણીમાં નાહવાનું ઓછું રાખવું. કારણકે આપણી એક નાનકડી ભૂલના કારણે આપણો જીવ ચાલ્યો જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment