રાજકોટમાં ફરી એક વખત જીવ લઈ લેવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજકોટ અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક સાત હનુમાન મંદિર પાસે 28 વર્ષીય છગન ધેલાભાઈ જાપડા નામના યુવાનો અજાણ્યા વ્યક્તિઓ દ્વારા જીવ લઈ લેવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર ત્રણ વર્ષ પહેલા થયેલી માથાકૂટ ને ધ્યાનમાં રાખીને યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં સામે પક્ષ વાળાના એક વ્યક્તિને પણ ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર છગન રવિવારના રોજ રાત્રે લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ પોતાના ઘર પાસે ઊભો હતો. ત્યારે ચાર અજાણ્યા યુવકો ત્યાં ઘૂસી આવ્યા હતા.
અને ઘરની બહાર ઊભેલા છગન પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. આ ઘટના બનતા જ છગન બુમાબુમ કરવા લાગ્યો હતો આ સાંભળીને તેમના કુટુંબના લોકો ત્યાં દોડી આવ્યા હતા. છગનના પરિવારે એમ્બ્યુલન્સને ફોન કર્યો પરંતુ એમ્બ્યુલન્સની રાહ ન જોઈ અને તેને ઇજાગ્રસ્ત હાલતમાં રિક્ષામાં સુવડાવીને રાજકોટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું.
પરંતુ જ્યારે એમ્બ્યુલન્સ સાથે થઈ ગઈ ત્યારે છગનને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા છગનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઇને છગનના ભાઈએ જણાવ્યું કે જ્યારે એમને છગનની ચીસ સંભાળી ત્યારે અમે બહાર દોડી આવ્યા હતા.
અને ત્યારે અમે ચાર અજાણ્યા વ્યક્તિઓ ને ત્યાં થી ભાગતા જોયા. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે ત્રણ વર્ષ જૂની થયેલી માથાકૂટનો ખાર કાઢવા માટે છગનનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment