આજકાલ અવારનવાર ઘટનાઓ બની રહી છે અને ઘણીવાર તમે એવી ઘટના પણ સાંભળે હશે કે ઝાડ પડવાથી અથવા તો વીજળીનો થાંભલો પડવાથી મૃત્યુ થયું હોય. ત્યારે તેવી ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના ધોધબાની વન વિભાગની કચેરીની છે.
વન વિભાગમાં કચેરીમાં ઝાડ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ઝાડ કાપવાના કારણે તે ઝાડ વીજળીના વાયર પર પડતાં વીજળીનો થાંભલો તૂટી ગયો હતો.
ત્યારે વીજળીનો થાંભલો મુખ્ય માર્ગ ઉપર મુક્યો અને રસ્તા પર વિનોદ બારીયા નામના એક વ્યક્તિ બાઈક પર પોતાની માતા મંગુબેન ને લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા.
ત્યારે જ તે થાંભલો મંગુબેન પર પડયો હતો અને મંગુબેન નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે બાઇક ચાલક વિનોદ ને બીજા પહોંચી હતી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સારવાર દરમ્યાન વિનોદ ને હાથ પગે ફ્રેક્ચર થયું હતું. આ સમગ્ર ઘટના બનતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને વીજળી પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનાની જાણ થતાં રાજગઢ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!