માતાની નજર સામે એક યુવકે 17 વર્ષની દીકરીનો જીવ લઈ લીધો, ત્યાર બાદ આરોપી યુવકે કર્યું એવું કે – જાણો સમગ્ર ઘટના…

Published on: 11:47 am, Mon, 20 June 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે 17 વર્ષની યુવતી પણ ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. આ દરમિયાન યુવતીની માતા તેને બચાવવા આવે છે, ત્યારે યુવકે યુવતીની માતા પર પણ પ્રહાર કર્યા હતા. જેમાં યુવતીનું કરુણ મૃત્યુ થાય છે અને તેની માતા ઇજાગ્રસ્ત થાય છે. સમગ્ર ઘટના બન્યા બાદ આરોપી યુવકે પોતાના પર ધારદાર વસ્તુ વડે જાતે જ પ્રહાર કર્યા હતા.

આ કારણોસર આરોપી યુવક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ મૃતકની દીકરીની માતા અને આરોપી યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં બંનેની હાલત ખુબ જ ગંભીર છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આરોપી યુવક અને મૃતક યુવતીની ફેસબુક પર મિત્રતા હતી. એક તરફી પ્રેમમાં આ ઘટના બની છે તેવી આશંકાઓ છે.

આ ઘટના મથુરામાં થાણા હાઈવે વિસ્તારના નાગલા બોહરા વિસ્તારની છે. અહીં રવિવારના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ સુનિતા નામની મહિલા અને તેની 17 વર્ષની દીકરી સોનમ ઘરે હતા. ત્યારે 23 વર્ષીય શિવમ નામનો યુવક લગ્નના કાર્ડ આપવાના બહાને ત્યાં આવ્યો હતો. ત્યારબાદ તેને ઘરનો દરવાજો ખખડાવ્યો હતો.

આ દરમિયાન સોનમ ઘરનો દરવાજો ખોલે છે અને શિવમ ધારદાર વસ્તુ વડે સોનમ પર પ્રહાર કરે છે. સોનમની ચીસો સાંભળીને તેની માતા સુનિતા સોનમને બચાવવા માટે ત્યાં આવી પહોંચે છે. આ દરમિયાન આરોપી શિવમ સોનમની માતા પર પણ ધારદાર વસ્તુ વડે પ્રહાર કરે છે. આ ઘટનામાં સુનીતાની નજર સામે તેની દીકરી સોનમનું કરૂણ મૃત્યુ થયું હતું.

ત્યારબાદ આરોપી શિવમ જાતે જ પોતાના શરીર પર ધારદાર વસ્તુઓ વડે પ્રહાર કરે છે. આ ઘટનામાં આરોપી શિવમ અને સોનમની માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. તપાસ અનુસાર પોલીસને યુવકનો આધાર કાર્ડ મળી આવ્યું હતું.

તેના પરથી પોલીસને યુવકની ઓળખ થઈ હતી. સમગ્ર ઘટનાને લઇને મૃતકની નાની બહેને જણાવ્યું કે, બંને વચ્ચે ફેસબુકના માધ્યમે મિત્રતા થઈ હતી. જેથી એક તરફી પ્રેમમાં આરોપી શિવમે આ પગલું ભર્યું હશે તેવી આશંકાઓ છે. શિવમની સારવાર થયા બાદ સમગ્ર ઘટનાને લઈને વધુ માહિતી મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતાની નજર સામે એક યુવકે 17 વર્ષની દીકરીનો જીવ લઈ લીધો, ત્યાર બાદ આરોપી યુવકે કર્યું એવું કે – જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*