રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનની સામે કૂદીને એક યુવક એ પોતાનું જીવન ટૂંકાવ્યું, યુવકનું રિબાઈ રિબાઈને મોત…જુઓ લાઈવ સુસાઈડનો વિડીયો…

Published on: 6:41 pm, Thu, 26 January 23

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે રેલવે સ્ટેશન પર ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર ઘટના રેલવે પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ રુવાટા ઉભા કરી દેનારા ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ટ્રેનની અડફેટેમાં આવી જતા યુવકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. આ જીવ ટકાવવાની ઘટના મધ્યપ્રદેશના સાગર જિલ્લાના બીના રેલ્વે સ્ટેશન પર બની હતી. અહીં એક યુવક આંખે પાટો બાંધીને પ્લેટફોર્મ પર આવ્યો હતો.

જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર આવે છે ત્યારે યુવક ટ્રેનની આગળ પાટા ઉપર સૂઈ જાય છે. આસપાસના લોકો કાંઈ સમજે તે પહેલા તો યુવક ટ્રેનની અડફેટેમાં આવી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવક પ્લેટફોર્મ પર ડધાઈને ચાલી રહ્યો છે.

ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર આવે છે ત્યારે અચાનક જ ટ્રેનની સામે કૂદીને તે પોતાનું જીવન ટૂંકાવી લે છે. આ ઘટના બનતા જ રેલ્વે પ્લેટફોર્મ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર રેલ્વે ટ્રેક પર સૂતેલા યુવકને જોઈને ટ્રેનના પાયલોટે ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ જીઆરપી ના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ મૃત્યુ પામેલા યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે જોવા મળ્યું કે તેના આંખો પર લાલ પાટો બાંધેલો હતો.

મૃત્યુ પામેલા યુવકની હજુ કોઈ પણ પ્રકારની ઓળખ થઈ નથી. પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનની સામે કૂદીને એક યુવક એ પોતાનું જીવન ટૂંકાવ્યું, યુવકનું રિબાઈ રિબાઈને મોત…જુઓ લાઈવ સુસાઈડનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*