મિત્રો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ચોરી અને લૂંટની ઘટના વધતા હવે એવું લાગી રહ્યું છે કે, ચોરો અને લુંટારાઓને પોલીસનો કોઇ પણ પ્રકારનો ડર રહ્યો નથી. ત્યારે રાજકોટમાં એક જ્વેલર્સમાં બનેલી ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એ ડિવિઝન પહલાદ પ્લોટ સોભાગ્ય એપાર્ટમેન્ટ બ્લોક નંબર 301માં રહેતા 41 વર્ષીય સોનાના વેપારી પ્રશાંતભાઈ ભાસ્કરભાઈ ચાપાનેરીયા ભુપેન્દ્ર રોડ પર શ્રીંગાર જવેલર્સ નામની દુકાન ધરાવે છે.
પ્રશાંતભાઈએ મુકબધીરનો સ્વાંગ રચીને આવેલા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. પ્રશાંતભાઈએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, 20 જૂનના રોજ બપોરના સમયે મારા પિતા ભાસ્કરભાઈ અને સેલ્સમેન વિજુભાઈ ધોળકિયા દુકાન પર હાજર હતા. તેઓ બંને દુકાનમાં માલ ની ગોઠવણી કરી રહ્યા હતા.
આ દરમિયાન લગભગ દોઢેક વાગ્યાની આસપાસ દુકાનની અંદર એક અજાણ્યો વ્યક્તિ પ્રવેશે છે. તે અંદર આવીને એક કાગળ બતાવવા લાગે છે. કાગળમાં ‘આ વ્યક્તિ મોંઘો બહેરો છે અને તેને સહાય આપવા વિનંતી’ એવું લખાણ લખ્યું હતું.
આ કાગળ તે અમારી દુકાનના કાઉન્ટર પર મૂકીને કાગળ બતાવવાના બહાને કાઉન્ટરની ઉપર પડેલું એક બોક્સમાંથી પેન્ડલ સેટ નંગ 23, જેનું કુલ વજન 118 ગ્રામ હતું. તે 6 લાખ રૂપિયાના સોનાના દાગીના મારા પિતા અને સેલ્સમેનની નજર ચુકાવીને ત્યાંથી ઉઠાવી લે છે. ત્યારબાદ તે દુકાન માંથી નીકળી જાય છે.
આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફુટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક વ્યક્તિ દુકાનની અંદર આવે છે. ત્યારબાદ તે એક નોટબુક અને કાગળ બતાવવાના બહાને કાઉન્ટર ઉપર પડેલા પેન્ડલ સેટના બોક્સ અને પોતાની નોટબુક નીચે રાખી દે છે અને ત્યારબાદ ત્યાંથી નીકળી જાય છે.
રાજકોટમાં સોનાના વેપારીની નજર ચુકાવીને, એક યુવકે દુકાનમાંથી આટલા લાખ રૂપિયાના સોનાની ચોરી કરી – જુઓ ઘટનાનો CCTV ફૂટેજ pic.twitter.com/kUltFF1btQ
— GUJJU ROCKZ (@gujju_rockz) June 23, 2022
આ ઘટનાની જાણ દુકાનના માલિકને લગભગ ચાર વાગ્યાની આસપાસ બની હતી. ત્યારબાદ તેઓએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment