અમદાવાદના રિવરફ્રન્ટ પર રડતા રડતા વિડીયો ઉતાર્યો, ત્યારે યુવતીએ વડોદરામાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જુઓ સુસાઈડ પહેલાનો વિડીયો…

Published on: 2:54 pm, Thu, 23 June 22

વડોદરામાં 20 જૂનના રોજ એક યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ યુવતીના પરિવારજનોએ આજરોજ વડોદરા જે.પી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મૃત્યુ પામેલી યુવતીનું નામ નફિસા હતું. પોતાનું જીવન ટૂંકાવી આપેલા નફિસાએ અમદાવાદ રિવરફ્રન્ટ પર બેસીને પોતાની વ્યથા લાવતો એક વિડીયો બનાવ્યો હતો.

ત્યારે તેને બે વખત પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યારબાદ તે ત્યાંથી વડોદરા પરત આવી ગઈ હતી અને ઘરે આવીને ગળાફાંસો ખાઇ લીધો હતો. હાલમાં નફિસાનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર નફિસાએ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બે વખત પોતાનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન તેને રિવરફ્રન્ટ પર પોતાના પ્રેમીને દગો દીધો છે તેના પર એક વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં નફિસા જણાવી રહી છે કે, રમીઝ તમને મેરે સાથ બહુત બુરા કીયા હૈ. બહુત મતલબ બહુત બુરા કીયા હૈ. તુમને શાદી કા હા કહેકે તો મુઝે વટાટે રહે, તુમ આયે હી નહીં, એ તો ગલત હે ના યાર. બહુત ગલત હૈ, એસા નહિ કરના ચાહિએ થા તુમ્હે.

વધુમાં તેને વીડિયોમાં જણાવ્યું કે, મેને અપની જિંદગી મેં સબસે જ્યાદા તુમસે પ્યાર કિયા, ઓર તમને યે ક્યાં કિયા મેરે સાથ. તુમને મુજે ઇતના બડા ધોકા દિયા. મુજે એસા લગતા થા કે તુમ સબસે અલગ હો, લેકિન તુમ સબ કે જેસે હો. તુમમે ઓર સબ મેં કોઈ ફરક નહીં હૈ. પુરી દુનિયા કો પતા ચલ ને જાને કે બાદ ભી તુમને મેરા હાથ નહિ થામા. તુમ બહોત બુરે હો.

વધુમાં તેમણે જણાવ્યું કે, મુજે નહીં આતા સમજ મે. તુમ્હારે ઘરવાલે ભી કહેતે હૈ હમારા કોઈ કોન્ટેક્ટ નહિ હૈ. અન્ય એક વીડિયોમાં નફીસા જણાવી રહી છે કે, કિતની બૂરી હાલત કરદી હૈ. ના ઘરે કી ના ઘાટ કી. મેં ચાર દીનો સે યહાં ભટક રહી હું. તુમ્હે ઢૂંઢ રહી હો. મીની પોલીસ કો ભી કુછ નહીં બતાયા મેં ક્યા બોલું.

મળતી માહિતી અનુસાર આ ઘટના વડોદરાના તાંદલજા વિસ્તારમાં બની હતી. અહીં રહેતી નફીસા નામની યુવતીને પ્રેમીએ પણ તરછોડી દીધી હતી તેથી તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો