સુરેન્દ્રનગરમાં માત્ર આટલા રૂપિયાની લેતીદેતીમાં 3 બાળકોના પિતાનો જીવ લઈ લેવામાં આવ્યો, બાળકો પિતા વગરના થઈ ગયા – જાણો સમગ્ર ઘટના…

Published on: 12:33 pm, Thu, 23 June 22

સુરેન્દ્રનગરમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ બાળકોના પિતાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર દૂધની ડેરી પાછળ આવેલા મફતીયાપરામાં રહેતા એક જ જ્ઞાતિના બે પરિવાર વચ્ચે 50000 રૂપિયાની લેતીદેતીની બાબતમાં ઝઘડો થયો હતો.

આ સમગ્ર ઘટના બન્યા બાદ સમાધાન કરવા ગયેલા પરિવાર પર સામેના પરિવારના લોકોએ ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર ચારેબાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

વઢવાણ દુધની ડેરી પાછળ રહેતા સંજયભાઈ અને ત્યાં જ રહેતા ભાવિન સોમાભાઈ કોળી નામના વ્યક્તિ સાથે 50 હજાર રૂપિયાની લેતીદેતીમાં મોટો ઝઘડો થઈ ગયો હતો. આ ઘટના બન્યા બાદ ભાવિન, રવિ અને રાહુલે મનદુઃખ રાખીને રાત્રિના સમયે મફતીયાપરા નજીક સંજય પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઇ લીધો હતો.

મળતી માહિતી અનુસાર સંજય પરિવારના સભ્યો સમાધાન કરવા માટે ભાવિનના ઘરે ગયા હતા. પરંતુ સમાધાન અંગે કોઇપણ વાત થાય તે પહેલાં તો ભાવિના પરિવારના લોકોએ ધારદાર વસ્તુ વડે સંજયના પરિવાર પર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં સંજય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

તેને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ થયું હતું. ઉપરાંત આ ઘટનામાં સંજયના પરિવારના અન્ય ચાર લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઇને જીવ લેવાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સંજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું છે અને સમગ્ર ઘટનાના આરોપીઓને ઝડપી લેવાની કામગીરી શરૂ કરી છે. માત્ર 50 હજાર રૂપિયાની બાબત પર આ સમગ્ર ઘટના બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો