સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં રખડતા ઢોરના કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા હશે. ત્યારે હાલમાં ઉત્તર પ્રદેશના બાગપત શહેરમાં બનેલી તેવી જ એક ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
જેમાં એક આખલો ઘરની બહાર ઉભેલા યુવકને અડફેટેમાં લે છે. આ ઘટનામાં યુવક ફંગોળાઈને રોડ પર નીચે પડ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં યુવકને સામાન્ય ઇજા પહોંચી છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, એક યુવક પોતાના ઘરની બહાર ઉભો છે. ત્યારે અચાનક જ પાછળથી એક આખલો આવીને યુવકને પોતાના શિંગડામાં ભરાવીને ઉછાળી દીધો હતો. ત્યારબાદ યુવક જમીન પર પડ્યો હતો.
આ ઘટનામાં યુવકને સામાન્ય ઇજા પહોંચી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ ઘટનાનો ભોગ બનેલો યુવક ઝડપથી ઊભો થયો અને પોતાનો જીવ બચાવવા માટે દોડીને આખલાથી દૂર ચાલ્યો ગયો. આ ઘટના બની ત્યારે આસપાસ અન્ય લોકો પણ હાજર હતા. તે લોકો પણ પોતાનો જીવ બચાવવા માટે આખલાથી દૂર ચાલ્યા ગયા.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આખલો અચાનક એક યુવકને પાછળથી શીંગડા ભરાવીને ઉઠાડે છે. આ ઘટના બનતા જ યુવક ખૂબ જ ગભરાઈ ગયો હતો. યુવક આખલાથી દુર ભાગીને એક ઓટલા પર જઈને બેસી જાય છે. આ ઘટનામાં યુવકને સામાન્ય ઇજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ઘરની બહાર ઉભેલા એક યુવકની આખલાએ કરી નાખી એવી હાલત કે, યુવક હવામાં ફંગોળાયો – વીડિયો જોઈને હચમચી જશો… pic.twitter.com/SEu25U7PF9
— GUJJU ROCKZ (@gujju_rockz) July 30, 2022
ઘટનાનો વિડીયો વાયરલ થતા જ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment