માછલી પકડવા જતા આ યુવક સાથે એવું બન્યું કે – માત્ર 7 સેકન્ડનો વિડીયો જોઈને ખડખડાટ હસી પડશો…

Published on: 1:40 pm, Sat, 30 July 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમે પણ ખડખડા હસી પડશો. જેમાં એક વ્યક્તિ માછલી પકડવા માટે નદી તરફ ઝડપથી આગળ દોડે છે, આ દરમિયાન તે પોતાનું સંતુલન ગુમાવે છે અને નદીમાં પડી જાય છે. આ ફની વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ માછલી પકડવા માટે નદી તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. પરંતુ તે વ્યક્તિને ખબર રહેતી નથી કે તે નદીની કેટલો નજીક પહોંચી ગયો છે. જેના કારણે તે વ્યક્તિ માછલી પકડવાના ચક્કરમાં નદીમાં ખાબકે છે. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા લોકો ખડખડાટ હસી પડ્યા હતા.

હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વીટર પર @tansu yegen નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. માત્ર સાત સેકન્ડનો આ વિડિયો અત્યાર સુધીમાં ત્રણ કરોડથી પણ વધારે લોકોએ જોયો છે. ઉપરાંત 7,000 થી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે.

આ રમુજી વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે નદીમાં પડેલા વ્યક્તિને બચાવવાની જગ્યાએ તેના સાથીઓ જોર જોરથી હસવા લાગે છે. આ વિડીયો જોઈને તમે પણ પોતાની હસી નહીં રોકી શકો.

વીડિયો જોઈને કેટલાક લોકો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી રહ્યા છે કે, આ એક નાટક છે લાઈક અને વ્યુઝ મેળવવા માટે આ પ્રકારની હરકત કરી છે. કેટલાક લોકો કહી રહ્યા છે તેને તરતા આવડતું હતું એટલે તે જાતે જ નદીમાં કૂદી ગયો છે. કેટલાક યુઝર તો કોમેન્ટ કરી રહ્યા છે કે આ યુવક કેટલાય દિવસથી નાયો નહીં હોય તેથી નદીમાં નાહવા માટે કૂદીઓ હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માછલી પકડવા જતા આ યુવક સાથે એવું બન્યું કે – માત્ર 7 સેકન્ડનો વિડીયો જોઈને ખડખડાટ હસી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*