શહેર અને જિલ્લાઓમાં છેલ્લા થોડાક દિવસોથી કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. ઘણી વખત રખડતા કૂતરાઓના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના વડોદરામાંથી સામે આવી રહી છે. વડોદરા શહેર નજીક અંપાડ ગામ પાસે રસ્તામાં અચાનક જ કૂતરું આવતા એક બાઈક ચાલક યુવક અકસ્માત નો શિકાર બન્યો હતો.
અકસ્માતની ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યાર પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. એકના એક દીકરાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા યુવકનું નામ નિલેશ ગોવિંદભાઈ પઢિયાર હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી.
નિલેશ પોતાની માતા સાથે રહેતો હતો તેના પિતાનું 12 વર્ષ પહેલાં નિધન થયું હતું. પિતાના મૃત્યુ બાદ નિલેશ પોતાની માતા સાથે રહી અને નોકરી કરીને ગુજરાત ચલાવતો હતો. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, નિલેશ મોડી સાંજે પોતાની બાઈક લઈને ગામની નજીક આવેલા એક પાનના ગલ્લા પર ગયો હતો.
અહીં તે પાન મસાલા ખાઈને ઘરે પરત ફરી રહ્યું હતું. ત્યારે રસ્તામાં અચાનક જ રોડ ઉપર કૂતરું આવી ગયું હતું, જેના કારણે નિલેશે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યું હતું અને તે રોડ પરથી નીચે પડી ગયો હતો. આ કારણોસર નિલેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા નિલેશને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
ત્યાં ડોક્ટરે નિલેશને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યાંથી વધુ સારવાર માટે નિલેશને એસ.એસ.જી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન નિલેશ નું મોત થયું હતું. નિલેશનું મોત થતા જ તેના હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. નિલેશના મૃત્યુના કારણે વિધવા માતાએ પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો છે. હાલમાં આ અંગે પોલીસે અકસ્માતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment