પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં બંધ એક યુવક અચાનક ઢળી પડ્યો, યુવકનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ – જુઓ ઘટનાનો વિડીયો…

Published on: 1:07 pm, Wed, 3 August 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં બંધ એક યુવકનું અચાનક મૃત્યુ થઈ જાય છે. આ સમગ્ર ઘટના લોકઅપમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બનતા જ પોલીસ સ્ટેશનમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટના સમસ્તીપુરા સીટી પોલીસ સ્ટેશનમાં બની હતી. અહીં લોકઅપમાં બંધ એક યુવકને અચાનક બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું. જેના કારણે તે જમીન પર પડી ગયો હતો અને તડપી રહ્યો હતો. આ ઘટના બનતા જ લોકઅપમાં સુતેલો તેનો સાથીદાર જાગી જાય છે.

તેના સાથીદારને લાગે છે કે યુવક નાટક કરી રહ્યો છે તેથી તે ફરીથી સૂઈ જાય છે. થોડીક વાર બધા ગંભીર ઘટનાની જાણ થાય છે. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. યુવકની હાલત વધુ ગંભીર હોવાના કારણે તેને ત્યાંથી બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

અહીં સારવાર દરમિયાન તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.મળતી માહિતી અનુસાર સોમવારના રોજ રાત્રે કેટલાક સ્થાનિક લોકોએ 112 નંબર પર ફોન કરીને પોલીસને દારૂના ધંધાની જાણકારી આપી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટના સ્થળેથી પોલીસે બે યુવકોની ધરપકડ કરી હતી અને બંનેને સીટી પોલીસ સ્ટેશનના લોકોમાં બંધ કરી દીધા હતા.

બંને યુવકો માંથી એક યુવક મોડી રાત્રે શૌચક્રિયા કરવા માટે ઉભો થાય છે. ઉભા થયેલા યુવકની અચાનક ચક્કર આવે છે અને તે જમીન પર પડી જાય છે. જેના કારણે તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

તેની હાલત વધુ ગંભીર હોવાના કારણે તેને ડીએમસીએચ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ પામેલા યુવકની ઓળખ પંજાબી કોલોનીના કનૈયા શાહ તરીકે થાય છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં બંધ એક યુવક અચાનક ઢળી પડ્યો, યુવકનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ – જુઓ ઘટનાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*