વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માંગરોળ ખાતે એન.એન્ડ.ટી કંપનીમાં નોકરી કરતા યુવાને પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંક આવી લીધું છે. મૃત્યુ પામેલો યુવાન પશ્ચિમ બંગાળનો રહેવાસી હતો. પશ્ચિમ બંગાળમાં રહેતી તેની ગર્લફ્રેન્ડે યુવાન પાસે હિસાબ માગ્યો હતો. જેના કારણે યુવાને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને કરજણ પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, કરજણ તાલુકાના ખાંધા ગામ પાસે આવેલા બચપન સ્કૂલ લેબર કોલોનીમાં રહેતો અને માંગરોળ ખાતે એલ એન્ડ ટી કંપનીમાં લેબર તરીકે નોકરી કરતા હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ સુપ્રિયા હતું.
25 ઓગસ્ટના રોજ રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ સુપ્રિયાને તેની પશ્ચિમ બંગાળમાં રહેતી ગર્લફ્રેન્ડે ફોન કર્યો હતો અને ફોન પર હિસાબ માગ્યો હતો. ત્યારે સુપ્રિયાએ જણાવ્યું હતું કે હિસાબ ડાયરીમાં છે. ત્યારે તેની ગર્લફ્રેન્ડે વળતા જવાબમાં કહ્યું કે, હિસાબ કરેલી ડાયરી બતાવો. ત્યારબાદ આ બાબતને લઈને સુપ્રિયા અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું પોલીસનું અનુમાન છે.
ત્યારબાદ અંતે ફોન પર તેની ગર્લફ્રેન્ડને કહ્યું હતું કે, હું સુસાઇડ કરવાનો છું. તેમ કહીને તેને ફોન કટ કરી નાખ્યો હતો. ત્યારબાદ સુપ્રિયાને તેની ગર્લફ્રેન્ડ એ અનેક વખત ફોન કર્યા પરંતુ સુપ્રિયા ફોન રિસીવ કર્યો જ નહીં. ત્યારબાદ રાત્રિના સમયે પોતાની રૂમમાં મફલર નો ઉપયોગ કરીને સુપ્રિયાએ ગળાફાંસો ખાઈ લીધો હતો.
સુપ્રિયાની ગર્લફ્રેન્ડ તેને વારંવાર ફોન કરતી હતી. પરંતુ કોઈ પણ ફોન રિસીવ કરતું ન હતું. તેથી તેને ગભરાઈને એલએનટી કંપનીમાં નોકરી કરતા સુપ્રિયાના મિત્રને ફોન કર્યો હતો અને ફોન પર જણાવ્યું કે, રાત્રે હિસાબ બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારે સુપ્રિયા મને કહ્યું કે હું સુસાઇડ કરું છું તેમ કહીને ફોન ક્ટ નાખ્યો હતો. મને ખૂબ જ ચિંતા થાય છે.
તમે તપાસ કરીને મને જણાવો શું થયું છે. ત્યારબાદ મિત્ર તપાસ કરવા માટે સુપ્રિયાના રૂમમાં આવ્યો ત્યારે ત્યાં તેનું મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ કરજણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment