રોડ પર રમતા બાળકોને મીની બસે કચડી નાખ્યા, ઘરની સામે 8 વર્ષના બાળકનું મૃત્યુ…જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ

Published on: 3:29 pm, Sat, 27 August 22

હાલમાં બનેલી એક દર્દનાક અને રુવાટા ઉભા કરી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક મીની બસ રોડની સાઈડમાં રમતા બાળકોને અને એક મહિલાને કચડી નાખે છે. આ અકસ્માતની ઘટનામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે તેની સાથે રમી રહેલી બાળકીની હાલત અત્યારે ખૂબ જ ગંભીર છે.

મળતી માહિતી અનુસાર બંને બાળકો બોલ ગોતી રહ્યા હતા. આ દરમિયાન એક મહિલા પણ બંને બાળકોને બોલ ગોતવામાં મદદ કરી રહી હતી. આ દરમિયાન પૂરવાર ઝડપે આવતી મીની બસે બંને બાળકો અને મહિલાને જબરદસ્ત ટક્કર લગાવી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ બસ એક ખાલી પડેલા પ્લોટની અંદર ઘૂસી ગઈ હતી.

આ ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તમામ લોકોએ બસના ડ્રાઇવરને પકડી લીધો હતો અને તેને મેથીપાક આપ્યો હતો. આ ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ દર્દનાથ અકસ્માતની ઘટના જયપુરના સાંગાનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.

પોલીસના જણાવ્યા મુજબ, રઘુનાથ પુરીમાં રહેતો 8 વર્ષીય અક્ષિત અને તેના ઘરે ભાડાના મકાનમાં રહેતી 8 વર્ષીય અનુષ્કા ઘરની સામે રમી રહ્યા હતા. આ દરમિયાન ઝડપે આવતી મીની બસે બંનેને કચડી નાખ્યા હતા. મીની બસ એ એક મહિલાને પણ કચડી નાખી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં હોસ્પિટલમાં ડોક્ટરે અક્ષિતને મૃત જાહેર કર્યો હતો. અક્ષિતના મૃત્યુના સમાચાર સાંભળીને હોસ્પિટલે મોટી સંખ્યામાં સંબંધીઓ આવી પહોંચ્યા હતા. મૃત્યુ પામેલો અક્ષીત પરિવારનો એકનો એક દીકરો હતો. એકનો એક દીકરો દુનિયા છોડીને ચાલ્યો ગયો તેથી માતા પિતા પડી ભાંગ્યા હતા.

મળતી માહિતી અનુસાર સ્થાનિક લોકોએ બસ ચાલકને સારો એવો મેથીપાક આપીને પોલીસને હવાલે કરી દીધો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આઇપીસી ની કલમ 304 અને 308 હેઠળ કેસ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રોડ પર રમતા બાળકોને મીની બસે કચડી નાખ્યા, ઘરની સામે 8 વર્ષના બાળકનું મૃત્યુ…જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*