મહિલાએ રસ્તાની વચ્ચોવચ zomato ડીલેવરી બોયને ફટકાર્યો… ડીલેવરી બોય રડતો-રડતો ઘરે ચાલ્યો ગયો – જુઓ સમગ્ર ઘટનાનો વિડીયો….

Published on: 4:20 pm, Sat, 27 August 22

મિત્રો હાલમાં બનેલી એક માથાકૂટની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટનામાં એક મહિલા રસ્તાની વચ્ચોવચ zomato ડીલીવરી એજન્ટની ધુલાઈ કરતી નજરે પડી રહે છે. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો @bogas04 દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.

વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર પત્રકાર અને ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા દીપિકા નારાયણ આ ઘટનાને લઈને અનેક ટ્વિટ કર્યા છે. તેમને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, અમે ડીલેવરી બોયનો સંપર્ક કર્યો છે.

એવું જાણવા મળી રહ્યું છે કે, ઘટના બની તે દિવસે ડીલેવરી બોય પાસે બે ઓર્ડર હતા. ડીલેવરી બોય એક ઓર્ડર લઈને તેના બેગમાં મુક્યો અને બીજો ઓર્ડર લેવા માટે તે રેસ્ટોરન્ટની અંદર ગયો હતો. ત્યારે કંઈક એવું બન્યું કે બેગ બાઈક પરથી છૂટીને નીચે પડી ગયું હતું. થોડીક વાર પછી ડીલેવરી બોય બહાર આવીને જોવે છે ત્યારે, એક મહિલા તે બેગમાં રાખેલો ખોરાક ચોરી રહી છે.

જ્યારે ડીલેવરી હોય આ બાબતને લઈને વાંધો ઉઠાવે છે. ત્યારે તે મહિલા પોતાની પ્રતિક્રિયા આપતા તે નિર્દોષ છે તેવું સાબિત કરવા માંગે છે. ત્યારબાદ મહિલા પોતાના બચાવ પક્ષમાં એક વ્યૂહરચના અપનાવીને ડીલેવરી બોય સાથે દૂર વ્યવહાર કરે છે. ત્યારે આસપાસના ઉભેલા લોકો ત્યાં આવી પહોંચે છે.

પરંતુ તે લોકોને કંઈ સમજાતું નથી કે મહિલા આવું શા માટે કરી રહી છે. ત્યારબાદ નિર્દોષ ડીલેવરી બોય રડતો રડતો ઘરે ચાલ્યો જાય છે અને ડીલેવરી બોય આ વાતની જાણ કોઈને ન કરી હતી. જ્યારે ડીલેવરી બોઈ ને પૂછવામાં આવ્યું કે, તેણે કેમ કોઈ પણ પ્રકારની ફરિયાદ ન કરી.

ત્યારે તેને કહ્યું કે તે આ કામ છુપાયને કરે છે. આ કામની તેના માતા પિતાને ખબર નથી. તેથી તેને પીછે હટ કરી હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મહિલાએ રસ્તાની વચ્ચોવચ zomato ડીલેવરી બોયને ફટકાર્યો… ડીલેવરી બોય રડતો-રડતો ઘરે ચાલ્યો ગયો – જુઓ સમગ્ર ઘટનાનો વિડીયો…."

Leave a comment

Your email address will not be published.


*