મહારાષ્ટ્રમાં બનેલી એક ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના વિઠ્ઠલવાડી રેલવે સ્ટેશનના છે. વિઠ્ઠલવાડી રેલવે સ્ટેશન પરથી એક્સપ્રેસ ટ્રેન પસાર થવાની હતી. ટ્રેન પસાર થાય તે પહેલા એક યુવક રેલવે ટ્રેક પર જઈને ઊભો રહી જાય છે.
ત્યારે એક પોલીસકર્મી પોતાનો જીવ જોખમમાં નાખીને રેલવે ટ્રેક પર ઊભેલાં યુવકને ધક્કો મારીને તેનો જીવ બચાવી લે છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે, પીળા કલરનો શર્ટ પહેરેલો એક યુવક રેલવે ટ્રેક પર કૂદકો મારે છે, કૂદકો મારતા દે રેલવે ટ્રેક પર ઢળી પડે છે.
ત્યારબાદ તે શાંતિથી રેલવે ટ્રેક પર ઉભો રહે છે. આટલામાં જ એક પોલીસકર્મીની નજર આ યુવક પર પડે છે અને તે રેલવે ટ્રેક નજીક પહોંચે છે. પોલીસ કર્મી ટ્રેક પર ઊભેલાં યુવકને પાટા પરથી ધક્કો મારીને રેલવે ટ્રેક પરથી દૂર કરી દે છે. પોલીસકર્મીએ યુવકની ટ્રેક પરથી હટાવે છે અને થોડાક સમયમાં જ ત્યાંથી ટ્રેન પસાર થાય છે.
#WATCH | Maharashtra: A police personnel saved a teenage boy’s life by pushing him away from the railway track just seconds before an express train crossed the spot at Vitthalwadi railway station in Thane district. (23.03)
Video Source: Western Railway pic.twitter.com/uVQmU798Zg
— ANI (@ANI) March 23, 2022
હાલમાં આવ્યો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના 23 તારીખના રોજ બની હતી. પોલીસકર્મીના કારણે યુવકનો જીવ બચી ગયો છે. જો પોલીસકર્મી યોગ્ય સમયે ત્યાં ન આવ્યો હોત તો યુવકનો જીવ ચાલ્યો ગયો હોત.
હાલમાં સોશિયલ મીડિયામાં યુવકનો જીવ બચાવનારા પોલીસકર્મીના લોકોએ ખુબ જ વખાણ કરી રહ્યા છે. આ વિડીયો ન્યુઝ એજન્સી @ANI પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કર્યો છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment