રાજકોટમાં એક 26 વર્ષના યુવાને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકું કરવાનો કર્યો પ્રયાસ. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર રહેતા અને મુંજકામાં સ્ટુડિયો ધરાવતા અભિષેક દીપકભાઈ કામલીયા નામના 26 વર્ષના યુવાને ગઈકાલે બપોરે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકું કરવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર અભિષેકે બપોરે તેના મિત્રને મેસેજ કર્યો હતો જેમાં ‘મેં મારી દુકાન માં પોતાનું જીવન ટૂંકાવી લીધું છે હવે કાંઈ ભેગું થાય એમ નથી’ તેવું કહીને અભિષેકે ઝેરી દવા પી લીધી હતી.
અભિષેકના મિત્રએ બે કલાક પછી તેનો મેસેજ જોયો હતો અને ત્યારબાદ તે તાત્કાલિક દુકાને પહોંચ્યો હતો. ત્યાંથી અભિષેકને 108 મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસ તપાસમાં પોલીસને યુવકે લખેલી એક સુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં અભિષેકે લખ્યું હતું કે, મેં ત્રણેક વર્ષ પૂર્વે મારા મિત્ર સિધ્ધરાજ ભુપતભાઈ સાકરીયાને મિત્રતાના દાવે ઉછીના પૈસા આપ્યા હતા.
ત્યારબાદ તેના પરિવારને પૂછતાં તેના પિતા ભુપતભાઈ સિધ્ધરાજ પર દેવું થઈ ગયું છે છ મહિના માટે પૈસાની જરૂર છે તેમ કહીને 20 લાખ રૂપિયા માગતા જુદા જુદા મિત્રો પાસેથી ઉછીના પૈસા લઈને સિધ્ધરાજને આપ્યા હતા. જ્યારે મે સિધ્ધરાજ પાસે પૈસા માગ્યા ત્યારે તેમને પૈસા ન આપવાની વાત કરી હતી.
ત્યારબાદ મેં થોડાક પૈસા ચૂકવી દીધા હતા. પરંતુ હવે વધુ પૈસા ચૂકવી શકુ તેમ નહીં હોવાથી આ પગલું ભર્યું છે. મળતી માહિતી અનુસાર અભિષેક ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં આઈસીયુ માં બેભાન હાલતમાં દાખલ છે. હવે જ્યારે અભિષેક ભાનમાં આવશે ત્યારે પોલીસના તેના નિવેદન પર આગળની કાર્યવાહી હાથ ધરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment