રસ્તા પર ચાલતાં ચાલતાં યુવકનું થયું અચાનક કરૂણ મૃત્યુ, 4 કલાક સુધી મૃતદેહ રોડ પર પડી રહ્યું – જુઓ મૃત્યુનો લાઈવ વિડિયો…

Published on: 1:23 pm, Thu, 16 June 22

મિત્રો મૃત્યુ ગમે ત્યારે અને ગમે ત્યાં આવી શકે છે. ત્યારે હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં રોડ પર ચાલી રહેલો એક વ્યક્તિ અચાનક નીચે પડી જાય છે અને તેનું કરૂણ મૃત્યુ થાય છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના ઝાબુઆમાં બની હતી.

મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ બાબુ ભુરીયા(32 વર્ષીય) તરીકે થઈ છે. તે મોટા સેવાલિયા ગામનો રહેવાસી હતો.  મળતી માહિતી અનુસાર બાબુ પોતાના કોઇ કામથી રોડ પર ચાલીને જઇ રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેનું આકસ્મિક રીતે મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે બાબુના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે જિલ્લાની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતું. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ લગભગ 7 વાગ્યાની આસપાસ બાબુ પોતાના કોઇ કામથી ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ બપોરના સાડા બાર વાગ્યાની આસપાસ તેનું મૃતદેહ રોડ પરથી મળી આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર ત્યાંથી પસાર થઇ રહેલા લોકોની નજર મૃતદેહ પર ગઈ હતી અને તેઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા.

સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે, લગભગ સવારના 8 વાગ્યાની આસપાસ બાબુ રોડ પર ચાલીને જઇ રહ્યો હતો. ત્યારે અચાનક તે રોડ પર નીચે પડી જાય છે. આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થાય છે. બાબુના મૃત્યુ બાદ તેનું મૃતદેહ 4 કલાક સુધી રોડ પર પડ્યું રહ્યું હતું.

મળતી માહિતી અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બાબુના મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે. બાબુના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો છે. સમગ્ર ઘટનાને લઇને પોલીસનું કહેવું છે કે, હાર્ટ એટેકના કારણે બાબુનું મૃત્યુ થયું હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા પર ચાલતાં ચાલતાં યુવકનું થયું અચાનક કરૂણ મૃત્યુ, 4 કલાક સુધી મૃતદેહ રોડ પર પડી રહ્યું – જુઓ મૃત્યુનો લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*