જામનગરમાં બાઈક પર જતા યુવક પર વીજળીનો થાંભલો પડતા, યુવકનું દર્દનાક મોત… જુવાનજોધ દીકરાનું મોત થતા આખું ગામ હિબકે ચડ્યું…

Jamnagar Accident Young Man Die: વાવાઝોડા ના કારણે ઘણા શહેરોમાં ખૂબ જ નુકસાન થયું છે, જ્યારે વાવાઝોડા બાદ જામનગર જિલ્લાના નાના થાવરીયા નજીક ગ્રામ્ય પંથકમાં રસ્તામાં નમી પડેલા વીજ થાંભલા(Power poles) સાથે બાઈક અથડાતા યુવકનું મૃત્યુ(Accident Young Man Die) નીપજ્યું છે. વાવાઝોડા ના ગયા પછી ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા પર પડેલા વીજળીના થાંભલા જોખમી સાબિત થઈ રહ્યા છે.

અકસ્માતમાં મોતને ભેટેલા યુવકનું મોત થતા સ્થાનિકોમાં ગમગીની છવાઈ છે. લોકો દ્વારા ગ્રામ્ય વિસ્તારના પડેલા વીજળીના થાંભલા નું તાત્કાલિક સમારકામ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. આમ છતાં રસ્તા પર વીજળીના થાંભલા પડેલા હોવાથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

જામનગરના નાના થાવરીયા થી હડમતીયા તરફ જતા રસ્તે વાવાઝોડા દરમિયાન વીજળીના થાંભલા રસ્તા પર પડ્યા હતા. આ ઘટના ધ્યાને આવતા નાના થાવરીયાના સરપંચ દ્વારા તાત્કાલિક અસરથી આ થાંભલા હટાવવાની માંગણી કરવામાં આવી હતી. જોકે થાંભલા નો સમારકામ ન થયું, એવામાં રાત્રિના સમયે પસાર થઈ રહેલા યુવકનું અકસ્માતમાં મોત થયું છે.

GJ 10 AL 2091 નંબરની મોટર સાયકલ લઈને આવી રહેલા બે યુવાનો રસ્તા ખરાબ હોવાને કારણે અંધારામાં વીજળીના થાંભલા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં બાઈક ની પાછળ બેઠેલા મોટા થાવરીયા ના યશ દીપકભાઈ ચોવટીયા નામના યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું મોત થયું હતું.

બનાવના સ્થળ પર પહોંચેલા લોકોના રુવાડા ઉભા થઈ ગયા હતા, આશાસ્પદ યુવકનું મોત થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે જામનગરના નાના થાવરીયા ના સરપંચ દ્વારા આ અંગે અગાઉ વાવાઝોડા બાદ તાત્કાલિક રસ્તા પરના સમારકામ માટે રજૂઆત પણ કરવામાં આવી હતી.

આમ છતાં કોઈ દરકાર ન લેવાતા અકસ્માત સર્જાયો હતો, પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક રસ્તા પર પડેલા થાંભલા ઉભા કરીને આ પ્રકારના અકસ્માતો અટકાવાય તે માટે તકેદારી રાખવાની માંગણી કરવામાં આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*