યુવકે ચાલતી બસના પાછળના ટાયર નીચે સૂઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, યુવકનું રીબાઇ રીબાઈને મોત… જુઓ સુસાઈડનો વિડીયો…

Published on: 11:07 am, Wed, 18 January 23

સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિએ બસના ટાયરની નીચે કૂદીને પોતાનો જીવ ટૂકાવ્યો છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવકે પારિવારિક સમસ્યાઓથી કંટાળીને આ પગલું ભર્યું છે.

આ ઘટના બે દિવસ જૂની છે પરંતુ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના છત્તીસગઢના કોંડાગાંવ જિલ્લામાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ બિસનાથ દુગ્ગા અને તેમની ઉંમર 40 વર્ષની હતી.

થોડાક દિવસ પહેલા તે કોંડાગાંવ પોતાના સંબંધીના ઘરે આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બિસનાથ પારિવારિક કારણોસર તે માનસિક રીતે પરેશાન હતો. 15 જાન્યુઆરીના રોજ બપોરના સમયે તે પોતાના ઘરેથી નીકળીને બસ સ્ટેશન પર પહોંચ્યો હતો. બસ સ્ટેશન પર થોડીક વાર તેને આમ તેમ આંટા માર્યા.

પછી બસ સ્ટેશન પર ઉભેલી એક બસ પાસે પહોંચ્યો હતો. તે બસ ચાલુ થવાની રાહ જોઈ રહ્યો હતો. ત્યાર પછી બસ ચાલુ થઈને ચાલવા લાગી ત્યારે તે બસના પાછળના ટાયર નીચે સૂઈ ગયો હતો. જેના કારણે બસ યુવકના શરીર ઉપર ચડી ગઈ હતી. આ ઘટનામાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના બસ સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં ક્યારે થઈ ગઈ હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. તપાસ કર્યા બાદ યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તેનું ચોક્કસ કારણ જાણી શકાશે. પરંતુ અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે પારિવારિક સમસ્યાઓથી કંટાળીને તેને આ પગલું ભર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "યુવકે ચાલતી બસના પાછળના ટાયર નીચે સૂઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, યુવકનું રીબાઇ રીબાઈને મોત… જુઓ સુસાઈડનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*